રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 6 ઑક્ટોબર 2021 (22:50 IST)

મુંબઈ પાસે ઠાણેમાં મોટી દુર્ઘટના, વરસાદને કારણે દિવાલ પડતા 2 લોકોના મોત, 5-6 મકાનોને પણ થયુ નુકશાન

મુંબઈને નિક્ટ આવેલા થાણેના અંબરનાથમાં એક ભીષણ દુર્ઘટના થઈ છે. અંબરનાથમાં એક બગીચાની દિવાલ ધરાશાયી થઈ, જેના કારણે બે લોકો તેની નીચે દટાઈ જવાને કારણે મોત થયુ છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ અકસ્માતમાં 5 થી 6 મકાનોને પણ નુકસાન થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના મહાલક્ષ્મી નગર ગેસ ગોડાઉન નજીક બની હતી.. ઘટનાની માહિતી મળતા જ ફાયરબ્રિગેડના જવાનો અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. વરસાદને કારણે આ દીવાલ પણ પડી ગઈ છે.
 
આ દરમિયાન રાહત કાર્ય શરૂ થઈ રહ્યું છે. આસપાસના લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. થાણે જિલ્લામાં જ, ડોબિંવલી, કલ્યાણમાં પણ વીજળી અને ભારે પવન સાથે ભારે વરસાદ શરૂ થયો છે. ભારે વરસાદના કારણે દ્વારલી ગામમાં બે વૃક્ષો પણ ધરાશાયી થયા છે. એક ઓટો રિક્ષા અને એક મકાનને પણ નુકસાન થયું હતું. પરંતુ  જીવનુ  નુકશાન થયુ નથી. ભારે વરસાદને કારણે અનેક સ્થળો પર પાણી ભરાઈ ગયું છે અને ક્યાંક ટ્રાફિક જામ થયો છે.
 
મુંબઈની લોકલ પણ થઈ અસર, પુણેમાં વરસાદે મચાવી તબાહી 
 
આ વરસાદની અસર મુંબઈની લોકલ પર પણ પડી છે. કલ્યાણથી કસારા જતી લોકલ અટકી પડી છે. પૂણેમાં પણ ભારે વરસાદે તબાહી મચાવી છે. મુશળધાર વરસાદને કારણે કાત્રજ, સહકારનગર, શિંદે હાઈસ્કૂલ, અરણેશ્વર, મિત્રમંડળ ચોક, સિંહગઢ માર્ગ, એરંડવણા જેવા વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. ત્રણથી ચાર જગ્યાએ વૃક્ષો પડવાના બનાવો બન્યા છે. અહીં પણ ફાયર બ્રિગેડના કર્મચારીઓ અને પોલીસ ટીમને બોલાવવામાં આવી છે. પુણેની સાથે સાથે વિદર્ભમાં પણ ભારે વરસાદ શરૂ થયો છે.
 
હવામાન વિભાગ (IMD) એ આજથી ચોમાસુ પરત ફરવાની જાહેરાત કરી છે. આગામી 24 કલાકમાં ચોમાસુ પરત ફરવાની અસર વિવિધ સ્થળોએ દેખાશે. આ કારણોસર, મુંબઈને નિકટ આવેલા થાણે, કલ્યાણ, ડોબિંવલી, અંબરનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદ શરૂ થયો છે. વરસાદની સાથે જોરદાર પવન પણ ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ પરત ફરતુ ચોમાસું આગામી 24 કલાક માટે પશ્ચિમ રાજસ્થાન અને ગુજરાતમાં પણ અસર બતાવશે.