Kerala: લાઈવ ટીવી શો માં ચક્કર આવતા પડ્યા કેરલ કૃષિ વિશ્વવિદ્યાલયના ડાયરેક્ટરનુ મોત
- લાઈવ ટીવી કાર્યક્રમ દરમિયાન બની ઘટના
- કેરળ કૃષિ યુનિવર્સિટીના ડિરેક્ટર હતા
કેરલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અહીં એક લાઈવ ટીવી કાર્યક્રમ દરમિયાન એક કૃષિ નિષ્ણાત અચાનક ચક્કર આવતા પડી ગયા. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. સમાચાર અનુસાર, ડૉ. અની એસ દાસ (59 વર્ષ) કેરળ કૃષિ યુનિવર્સિટીના ડિરેક્ટર હતા. તેઓ વારંવાર દૂરદર્શન પર પ્રસારિત થતા કૃષિ દર્શન કાર્યક્રમમાં નિષ્ણાત તરીકે ભાગ લેતા હતા.
તેમણે શુક્રવારે સાંજે સાડા છ વાગ્યે દૂરદર્શનના કૃષિ દર્શન કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ચર્ચા ચાલી રહી હતી, ત્યારે ડૉક્ટર અની એસ દાસ અચાનક ચક્કર આવતા પડી ગયા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.