ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 16 જાન્યુઆરી 2019 (11:50 IST)

કર્ણાટક સંકટ- CM કુમારસ્વામી બોલ્યા, અમારુ ગઠબંધન આરામથી ચાલી રહ્યુ છે

કર્ણાટકની રાજનીતિમાં ઉઠાપઠક ચાલી રહી છે. મંગળવારે મોડી રાત્રે બે ધારાસભ્યોએ કર્ણાટક સરકાર પાસેથી પોતાનુ સમર્થન પરત લીધુ છે. આ દરમિયાન ભાજપાનુ કહેવુ છે કે કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની ગઠબંધનની સરકાર બે દિવસમાં પડી જશે.  ઉલ્લેખનીય છે કે બે ધારાસભ્યો એચ નાગેશ (વિપક્ષ) અને આર શંકર (કેપીજેપી) એ કર્ણાટકના રાજ્યપાલ વાજુભાઈ વાળાને પત્ર લખીને પોતાનુ સમર્થન પરત લેવાની વાત કરી. આ ધારાસભ્યો દ્વારા રાજ્યપાલને મોકલાયેલ ચિઠ્ઠીએ રાજકારણ ગરમાવ્યુ છે. 
જો કે 7 મહિના જૂની સરકાર લડખડાવવાની વાત વચ્ચે પણ પ્રદેશ સરકાર ચિંતામુક્ત છે. કારણ કે આ બંને ધારાસભ્યોએ સરકારમાંથી બહાર ગયા પછી પણ કર્ણાટક સરકારને કોઈ સંકટ નથી. કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ કહ્યુ કે તેમની સરકાર સ્થિર છે અને તેઓ એકદમ નિશ્ચિત છે. તેમણે કહ્યુ મને મારી તાકતનો અંદાજ છે. કર્ણાટક સરકાર સ્થિર છે.  બે ધારાસભ્યોના સમર્થનની જાહેરાતથી શુ થશે ? રાજકારણીય અટકળો અને નિવેદનો વચ્ચે મંગળવારે કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે મંગળવારે સિદ્ધારમૈયા, ઉપમુખ્યમંત્રી જી. પરમેશ્વર, ડીકે શિવકુમાર અને અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી. જ્યારબાદ જેડીએસ પ્રમુખ એચડી દેવગૌડાએ ભાજપા પર કર્ણાટક સરકારના ધારાસભ્યોને ખરીદવાનો આરોપ લગાવ્યો. 
 
- બુધવારની સવારે મુખ્યમંત્રી ડી. કુમારસ્વામીએ કહ્યુ કે કોંગ્રેસ ધારાસભ્ય પહોંચથી દૂર છે.   તેમણે કહ્યુ, કોંગ્રેસ ધારાસભ્ય મીડિયાની પહોંચથી દૂર છે. મારી પહોંચથી નહી. હુ બધાના સંપર્કમાં છુ અને બધા સાથે વાત કરી રહ્યો છુ. બધા પરત આવશે. કર્ણાટકમાં ગઠબંધનને કોઈ સંકટ નથી. 
 
- સુરક્ષાને ધ્યાનમાં રાખતા પોલીસે  ITC હોટલના ચારેબાજુ બૈરિકેડિંગ કર્યુ. જ્યારબાદ વિરોધ પ્રદર્શન કરી રહેલ કોંગ્રેસ કાર્યકર્તા બૈરિકેડિંગની સામે જ બેસી ગયા છે.