સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : સોમવાર, 5 ફેબ્રુઆરી 2024 (15:02 IST)

LIVE: ફ્લોર ટેસ્ટમાં પાસ થઈ સોરેન સરકાર, ઝારખંડ વિધાનસભામાં મેળવ્યો વિશ્વાસ મત

champai soren
- મુખ્યમંત્રી ચંપઈ સોરેન આજે સવારે 11 વાગે વિધાનસભામાં બહુમત સાબિત કરશે.
- JMM-કોંગ્રેસે વ્હિપ રજુ કરીને ફ્લોર ટેસ્ટમાં બધા ધારાસભ્યોને હાજર રહેવાનો આદેશ આપ્યો
- સત્તા પક્ષના 37 ધારાસભ્ય  હૈદરાબાદથી રાંચી પરત ફર્યા.
 
Jharkhand Government Floor Test Live: ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન સોમવારે રાંચીમાં ઝારખંડ વિધાનસભા પહોચ્યા. સ્પેશ્યલ કોર્ટ તરફથી તેમને આજે સવારે 11 વાગે થનારા વિશ્વાસ મતમાં ભાગ લેવાની અનુમતિ આપવામાં આવી.  ઝારખંડમાં નવગઠિત ચંપઈ સોરેન સરકારે આઅજે વિધાનસભામાં વિશ્વાસ મત મેળવી લીધો. ઝારખંડ મુક્તિ મોર્ચા (JMM) પ્રમુખ હેમંત સોરેનના સીએમ પદ પરથી રાજીનામુ આપ્યા બાદ રાજ્યમાં રાજનીતિક સંકટ ઉભુ થઈ ગયુ હતુ અને પછી તેમને મની લૉન્ડ્રિંગ મામલે EDએ 31 જાન્યુઆરીના રોજ ધરપકડ કરી હતી.  ત્યારબાદ રાજ્યના પરિવહન મંત્રી અને ઝામુમો નેતા ચંપઈ સોરેને સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો અને 1 ફેબ્રુઆરીના રોજ રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને તેમે મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા. 
 
આ લોકશાહીની જીત છે.
ઝારખંડ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ બાદ જેએમએમના સાંસદ મહુઆ માજીએ કહ્યું, 'આ લોકશાહીની જીત છે. તમામ ધારાસભ્યો એક થયા હતા અને હેમંત સોરેનની ચતુરાઈને કારણે આ શક્ય બન્યું હતું. અહીં અશક્ય શક્ય બન્યું. તમામ બિન-ભાજપ રાજ્યો જે જોખમ હેઠળ છે તે હેમંત સોરેનના પગલે ચાલવાનો પ્રયાસ કરશે. શિબુ સોરેનના પુત્રએ બહાદુરી બતાવી છે.


JMM-કોંગ્રેસે વ્હિપ રજુ કરીને ફ્લોર ટેસ્ટમાં બધા ધારાસભ્યોને હાજર રહેવાનો આદેશ આપ્યો છે.  કોર્ટની મંજુરીથી પૂર્વ સીએમ હેમંત સોરેન પણ ફ્લોર ટેસ્ટ દરમિયાન હાજર રહેશે  બીજી બાજુ ફ્લોર ટેસ્ટ પહેલા રવિવારે સત્તા પક્ષના 37 ધારાસભ્ય  હૈદરાબાદથી રાંચી પરત ફર્યા. બે ચાર્ટર્ડ પ્લેન દ્વારા ધારાસભ્યોને રાંચી લાવવામાં આવ્યા.