ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 15 મે 2018 (16:59 IST)

કર્ણાટક - કિંગમેકર બનવાની ઈચ્છા હતી, કિંગ બનતા દેખાય રહ્યા છે કુમારસ્વામી

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામોથી હવે તસ્વીર સ્પષ્ટ થઈ રહી છે. બીજેપી બહુમતથી  થોડી સીટ દૂર દેખાય રહી છે. આ દરમિયાન બીજેપીને રોકવા માટે કોંગ્રેસ એક મોટી ગેમ રમી છે. કોંગ્રેસે જેડીએસ નેતા કુમારસ્વામીને સીએમ બનવા માટે બહારથી સમર્થન આપવાનુ એલાન કર્યુ છે. એક્ઝિટ પોલ પછી જેડીએસને કિંગમેકર બતાવાય રહ્યા હતા. પણ હવે કુમારસ્વામી કિંગ બનતા દેખાય રહ્યા છે. 
 
224 સીટોવાળી રાજ્ય વિધાનસભાની 222 સીટો પર પડેલા મતોની ગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થઈ. શરૂઆતમાં કાંટાની ટક્કર દેખાય રહી હતી. બીજેપીએ 100નો આંકડો તો પાર કર્યો પણ બહુઅતથી થોડી દૂર રહી. આવા સમયે કોંગ્રેસે જેડીએસને આગળ કરીને સરકાર બનાવવા અને બીજેપીને રોકવાનો દાવ રમ્યો છે. 
 
બે દિવસ પહેલા જ મળ્યા હતા સંકેત 
 
કર્ણાટક ચૂંટણીના પરિણામ આવવાના બે દિવસ પહેલા જ રાજકારણના મોહરા ફિટ થવા માંડ્યા હતા. બીજેપી-કોંગ્રેસ બંને જ્યા એક બાજુ બહુમતનો દાવો કરતા રહ્યા ત્યા જેડીએસનો સહયોગ લઈને સરકાર બનાવવાના પ્લાન-બી પર પણ કામ શરૂ થઈ ગયુ. કારણ કે એક્ઝિટ પોલ ત્રિશંકુ વિધાનસભાનો ઈશારો કરી રહ્યા હતા અને આવી સ્થિતિમાં જેડીએસની ભૂમિકા મહત્વની થઈ જતી. આવામાં જેડીએસના કુમારસ્વામી કિગમેકર સાબિત થતા. 
કોંગ્રેસે રમ્યો દલિત સીએમનો દાવ 
 
રવિવારે જ મુખ્યમંત્રી સિદ્ધરમૈયાએ દલિત સીએમનુ કાર્ડ રમવામાં આવ્યુ. સિદ્ધરમૈયાએ એલાન કર્યુ કે જો પાર્ટી દલિત સીએમ બનાવશે તો તે પોતાની દાવેદારી છોડી શકે છે.  બીજીબાજુ જેડીએસના પ્રવક્તાએ પણ આ પ્રસ્તાવ પર સકારાત્મક પ્રતિક્રિયા આપી. કોંગ્રેસ પાર્ટીના બે મોટા નેતા ગુલામ નબી આજ્ ઝાદ અને અશોક ગહલોત શક્યત ગઠબંધન પર વાત માટે સોમવારે જ બેંગલ્રુરૂ પહોંચી ગયા. દિલ્હીમાં સોનિયા ગાંધીનો ફોન ગુલામ નબી આઝાદને ગયો. સોનિયાએ દેવગૌડા સાથે વાત કરી જેડીએસને બહારથી સમર્થન આપવાની વાત કરી.  અહીથી જ કર્ણાટક ચૂંટણીની તસ્વરી બદલાય ગઈ. 
 
કોંગ્રેસના નિકટ કેમ છે જેડીએસ 
 
ભલે ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે નિવેદનોના તીર ચાલ્યા.  પણ બંને દળ સ્વાભાવિક સહયોગી જોવા મળી રહ્યા છે. જેડીએસની સ્થાપના એચડી દેવગૌડાએ 1999માં જનતા દળથી અલગ થઈને કરી હતી. જનતા દળની જડ 1977માં કોંગ્રેસ વિરુદ્ધ બનેલ જનતા પાર્ટીથી શરૂ થય છે. તેમા અનેક દળ નએ નેતાઓ પછી જનતા દળ બનાવી. કર્ણાટકમાં જનતા દળની કમાન દેવગૌડાના હાથમાં હતી. તેમના જ નેતૃત્વમાં જનતા દળે 1994માં પૂર્ણ બહુમતથી સરકાર બનાવી અને દેવગૌડા મુખ્યમંત્રી બન્યા. 
 
અગાઉની ચૂંટણીમાં શુ હતી જેડીએસની સ્થિતિ 
 
કર્ણાટકમાં જેડીએસ જુદુ અસ્તિત્વમાં છે તો કેરલમાં લેફ્ટ ડેમોક્રેટિક ફ્રંટનો ભાગ જેડીએસ, કોંગ્રેસ અને બીજેપી બંને સાથે મળીને સરકાર બનાવી ચુક્યા છે.  1999ના વિધાનસભા ચૂંટણીમાં જેડીએસને 10 સીટ જ્યારે કે 10.42 ટકા વોટ મળ્યા હતા. 2004માં 59 સીટ અને 20.77 ટકા વોટ, 2008માં 28 સીટ અને 18.96 ટકા વોટ. 2013માં 40 સીટ અને 20ૢ.09 ટકા વોટ મેળવ્યા હતા. 
બીજેપી સાથે પણ કર્ણાટકમાં બનાવી હતી સરકાર 
 
દેવગૌડાના પુત્ર એચડી કુમારસ્વામી રાજ્યમાં બીજેપીના સમર્થનમાં પણ સરકાર બનાવી ચુક્યા છે.  2004ના ચૂંટણી પછી કોંગ્રેસ અને જેડીએસે મળીને સરકાર બનાવી હતી અને કોંગ્રેસના ધરમ સિંહ સીએમ બન્યા. પણ 2006માં જેડીએસ ગઠબંધન સરકારથી અલગ થઈ ગયુ. ફરી બીજેપી સાથે વારાફરતી સત્તા સમજૂતી હેઠળ કુમારસ્વામી જાન્યુઆરી 2006ના સીએમ બન્યા. 
 
બીજેપીથી અલગ કેમ થયા રસ્તા 
 
2008માં ચૂંટણીમાં જેડીએસ-બીજેપી અલગ અલગ ચૂંટણી મેદાનમાં ઉતર્યા અને બીજેપીએ પૂર્ણ બહુમતની સરકાર બનાવી. 2013માં કોંગ્રેસ જીતી અને સિદ્ધારમૈયા સીએમ બન્યા. 2014માં કેન્દ્રમાં મોદી સરકારના બન્યા પછી સેકુલર પૉલિટિક્સની ચર્ચા ચાલી તો જેડીએસે પોતાના રાજકારણમાં ફરી બદલાવ કર્યો. 
 
14 એપ્રિલ 2015ના રોજ જેડીએસ નએ 5 અન્ય દળ જેડીયૂ-આરજેડી-સપા-ઈનેલો અને સજપાએ બીજેપી વિરોધી ન્યૂ જનતા પાર્ટી પરિવારના ગઠબંધનન કર્યુ. પણ પછી બિહારમાં આરજેડી-જેડીયૂ અલગ થઈ ગયા અને જનતા પરિવારે આ ગઠબંધનને લઈને પણ કોઈ મજબૂત શરૂઆત સામે ન આવી. 
 
બસપા લેફ્ટ ફ્રંટ અને ઓવૈસીની પાર્ટી જેની સાથે હાલ જ એડીએસ ચાલી રહી છે તે બીજેપીના ઘોર વિરોધી માનવામાં આવે છે.  આવામાં બીજેપી સાથે જવુ એ જેડીએસનુ એકદમ જ રાજકારણીય યુ ટર્ન ગણાશે. 2019ની સામાન્ય ચૂંટણી આટલી નિકટ છે અને કદાચ જ જેડીએસ  પોતાની રણનીતિમાં આટલો મોટ ફેરફાર કરે  
 
દલિત-મુસ્લિમ વોટોનુ સમીકરણ 
 
કર્ણાટકમાં દલિત સમુહના 19 ટકા વોટનું પણ ખૂબ મહત્વ છે. દલિત મતદાતા સૌથી વધુ છે. જો કે તેમા ખૂબ ફૂટ છે. પણ બસપાની સાથે ગઠબંધન કરી જેડીએસ આ વોટ બેંક પર નજર રાખી રહી હતી.   ચૂંટણીમાં દલિત વોટને લઈને  હાલ જેડીએસ બીજેપીથી દૂર રહેવાનુ પસંદ કરશે. કારણ કે હાલ દલિત સમુહમાં એસસી/એસટી એક્ટમાં ફેરફારને લઈને બીજેપી પ્રત્યે ગુસ્સે છે અને જેડીએસ બીએસપી સાથે મળીને ચૂંટંણી પણ લડી હતી.  આ ઉપરાંત કોંગ્રેસ સાથે જેડીએસની પકડ પણ મુસ્લિમ વોટ પર છે. ચૂંટણી પછી બીજેપી સાથે જો જેડીએસ ગઈ તો 2019 માટે તેનો રસ્તો મુશ્કેલ થઈ જશે. તેથી પણ કોંગ્રેસ અને જેડીએસનુ એક સાથે આવવુ સભાવિક છે.