આતંકવાદી હુમલામાં ઘાયલ ગર્ભવતી મહિલાએ બાળકીને જન્મ આપ્યો
સુંજવા સૈન્ય કૈંપના રહેવાસી વિસ્તારમાં હથિયાર સહિત આંતકવાદીઓના હુમલામાં ઘાયલ થયેલ એક ગર્ભવતી મહિલાએ હોસ્પિટલમાં આજ એક બાળકીને જન્મ આપ્યો. એક સૈન્ય અધિકારી જણાવ્યુ કે રાઈફલમૈન નજીર અહેમદ અને તેમની ગર્ભવતી પત્ની આતંકવાદીઓના ગોળીબારમાં ઘાયલ થઈ ગયા તેમને સતવારીમાં સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
જમ્મુ સ્થિત સેનાના પીઆરઓ લેફ્ટિનેટ કર્નલ દેવેન્દ્ર આનંદે જણાવ્યુ, 'સેનાના ડોક્ટરોએ ગોળીઓથી ઘાયલ થયેલ ગર્ભવતી મહિલાનો જીવ બચાવવા માટે આખી રાત કામ કર્યુ. મહિલાએ સીઝેરિયન સેક્શન ઓપરેશન પછી એક બાળકીને જન્મ આપ્યો.
તેમણે કહ્યુ, 'માતા અને બાળકી બંનેની હાલત સ્થિર છે. લેફ્ટિનેંટ કર્નલ આનંદે જણાવ્યુ કે 14 વર્ષીય એક યુવકના માથામાં ગોળી વાગ્યા પછી જખ્મી અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે તેની સ્થિતિ નાજુક છે.