બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 6 ઑગસ્ટ 2019 (16:33 IST)

ફારૂક અબ્દુલ્લા બોલ્યા - અમે ગ્રેનેડબાજ કે પત્થરબાજ નથી, આર્ટિકલ 370ને લઈને કોર્ટ જઈશુ

આર્ટિકલ 370ને હટાવવાના નિર્ણય પર નેશનલ કૉન્ફ્રેંસના નેતા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા મંગળવાર ભડકી ઉઠ્યા.  તેમણે કહ્યુ કે અનુચ્છેદ 370 પર મોદી સરકારના નિર્ણય વિરુદ્ધ અમે કોર્ટ જઈશુ. અમે પત્થરબાજ કે ગ્રેનેડ ફેંકનારા નથી. આ લોકો અમારી હત્યા કરવા માંગે છે. અમે શાંતિમાં વિશ્વાસ રાખીએ છીએ અને અમે શાંતિથી અમારી લડાઈ લડીશુ. ફારૂક અબ્દુલ્લા પોતાના રહેઠાણ્પર પત્રકારોને સવાલોનોઆ જવાબ આપી રહ્યા હતા. 
 
ફારૂક અબ્દુલ્લાએ એ પણ કહ્યુ કે મારો પુત્ર ઉમર અબ્દુલ્લા ખૂબ પીડામાં છે. તેમણે ગૃહ મંત્રી અમિત શાહ પર પણ હુમલો બોલ્યો. અબ્દુલ્લાએ કહ્યુ, મને ખૂબ દુખ થાય છે કે જ્યારે ગૃહ મંત્રી અમિત શાહ કહે છેકે ફારૂક અબ્દુલ્લાની ધરપકડ નથી કરી અને તો પોતાની મરજીથી પોતાના ઘરમાં છે આ સાચુ નથી. અબ્દુલ્લાએ કહ્યુ કે કાશ્મીરને વિશેષાધિકાર આપનારા આર્ટિકલ 370 અને આર્ટિકલ 35a ભારત સરકાર તરફથી ગેરંટી હતી. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યુ કે મને મારા ઘરમાં કૈદ કરવામાં આવ્યો છે.  70 વર્ષથી અમે લડાઈ લડી રહ્યા છીએ અને આજે અમે દોષી ઠેરવાયા છે. 
 
આ પહેલા ગૃહમંત્રી અમિત શહએ લોકસભામાં કહ્યુ કે પૂર્વ મુખ્યમંત્રી ફારૂખ અબ્દુલ્લા ન તો જેલમાં છે કે ન તો તેમની ધરપકડ થઈ છે. અમિત શાહે આ ટિપ્પણી એ સમયે કરી જ્યારે એનસીપી સાંસદ સુપ્રીયા સુલેએ કહ્યુ કે અબ્દુલ્લા તેમની પાસે બેસે છે. આજે તેઓ સદનમાં હાજર નથી.  તેમનો અવાજ સાંભળવામાં નથી આવી રહ્યો.  જેના પર શાહે કહ્યુ કે તો ન તો ધરપકડ હેઠળ છે કે ન તો તેમની ધરપકડ કરવામાં આવી રહી છે.  તે પોતાની મરજીથી ઘરમાં છે.  જ્યારે સુપ્રિયાએ કહ્યુ કે શુ અબ્દુલ્લા અસ્વસ્થ છે તો શાહે કહ્યુ કે આ તો ડોક્ટરો ઉપર છે. હુ ઈલાજ તો નથે કરી શકતો.  બધુ ડોક્ટરોના હાથમાં છે. લોકસભામાં આર્ટિકલ 370 હટાવવા અને જમ્મુ કાશ્મીર અને લદ્દાખના રૂપમાં બે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવા પર ખૂબ ચર્ચા થઈ.