Air Strike: પુલવામા હુમલા પછી આતંકી બાલાકોટ જતા રહ્યા હતા
ભારતીય વાયુસેના દ્વારા બાલાકોટમાં જૈશના આતંકી ઠેકાણાઓને બરબાદ કરવા અનેક રીતે મહત્વપૂર્ણ છે. ભારતને સમાચાર મળી ચુક્યા હતા કે આ શિબિરમાં છેલ્લા કેટલાક દિવસો દરમિયાન મોટી સંખ્યામાં આતંકવાદીઓને એકત્ર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પાક અધિકૃત કાશ્મીરથી જૈશ-એ-મોહમ્મદે પોતાના આતંકવાદીઓએન આ શિબિરમાં બોલાવી લીધા હતા. કારણ કે તેને પુલવામાં હુમલા પછી ભારતની જવાબી કાર્યવાહીનો ભય સતાવી રહ્યો હતો.
પુલવામામાં સીઆરપીએફ જવાનો પર થયેલ આતંકી હુમલા પછી ભારતે કડક પ્રતિક્રિયા આપી હતી અને સ્પષ્ટ કરી દીધુ હતુ કે તે આનો બદલો જરૂર લેશે. જેનાથી આતંકવાદીઓમાં હડકંપ મચી ગયો હતો. એવુ કહેવાય છે કે પાકિસ્તાની સેના અને આઈએસઆઈના સંકેત મેળવીને જૈશ-એ-મોહમ્મદ અને અન્ય આતંકી સંગઠનોએ પીઓકેમાં પોતાની શિબિરને ખાલી કરી દીધી અહ્તી.
બાલાકોટ IAF હવાઈ હુમલામાં નિશાના પર હતો જૈશ ચીફ મસૂદ અઝહરનો બનેવી
જૈશના આતંકી મોટી સંખ્યામાં 26 ફેબ્રુઆરીની સવારે બાલાકોટના આ શિવિરમાં જમા હતા. તેમા જૈશના અનેક ટોચના કમાંડર પણ હાજર હતા. જૈશ સરગના મસૂદ અઝહરનો સાળો યુસૂફ અઝહર પણ ત્યા હાજર હતો. પાકિસ્તાની એજંસીઓ અને આતંકવાદી આકાઓને દૂર દૂર સુધી જરાપણ આશંકા નહોતી કે ભારતીય સેના આટલી દૂર બાલાકોટમાં આવીને કાર્યવાહી કરી શકે છે.
સુરક્ષા બળો સાથે જોડાયેલ સૂત્રોએ ચોખવટ કરી છેકે પાક અધિકૃત કાશ્મીરમાં આતંકવાદીઓને સુરક્ષિત ઠેકાણા પર પહોચાડવામાં આવી રહ્યા હતા. જેના પર સતત નજર રાખવામાં આવી રહી હતી. તેથી વાયુસેના દ્વારા બાલાકોટના શિબિરને નિશાન બનાવવામાં આવ્યુ.