પાક.ની કાયરતાનો ભારતે આપ્યો કરારો જવાબ, 7 PAK સૈનિક ઠાર, 2 પોસ્ટ ઉડાવી
પાકિસ્તાનની સેનાએ સોમવારે એકવાર ફરી સીઝફાયરનુ ઉલ્લંઘન કરી કાયરાના હરકત કરતા ભારતીય ક્ષેત્રોમાં ભારે ગોળીબારી કરી. જેમા શહીદ થયેલા ભારતીય સેનાના નાયબ સૂબેદાર પરમજીત સિંહ અને સીમા સુરક્ષા બળના હવાલદાર પ્રેમ સાગરના પાર્થિવ શરીર સાથે બર્બરતા(ક્ષત-વિક્ષત) કરી ઘૃણિત કૃત્યને પણ અંજામ આપવામાં આવ્યો. એવુ કહેવાય રહ્યુ છે કે પાક સેના 250 મીટર ભારતીય ક્ષેત્રમાં ઘુસી અને જવાનોના માથા ઘડથી અલગ કરી દીધા.
પાકની આ કાયરાના હરકતનો કરારો જવાબ આપતા ભારતીય સેનાએ પાકિસ્તાનની 2 ચોકીઓ ઉડાવી દીધી. જેમા પાકના 7 સૈનિક ઠાર થઈ ગયા. આ પહેલા પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના પુંછ સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંધન કરતા ભારતીય પોસ્ટ પર ગોળીબારી કરી હતી. આ હુમલામાં બે ભારતીય જવાનો શહીદ થઈ ગયા હતા. શહીદ થનારાઓમાં નાયબ સૂબેદાર પરમજીત સિંહ અને બીએસએફના હેડ કોન્સ્ટેબલ પ્રેમ સાગર સામેલ છે. હુમલા બાદ સેના તરફથી નિવેદન આવ્યું હતું કે, પાકિસ્તાને ભારતીય સૈનિકોની સાથે બર્બરતા પણ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, પાકિસ્તાન બોર્ડર એક્શન ટીમની 647 મુજાહિદ બટાલિયને એલઓસી પર થયેલા હુમલાને અંજામ આપ્યો છે. સામે પાકિસ્તાન આર્મી તરફથી પણ કવર ફાયરિંગ કરાયું હતું. હવે જવાબમાં ભારતીય સેનાએ પણ પાકિસ્તાનની બંને ચોકીઓને ધ્વસ્ત કરી દીધી છે