રીલ બનાવવાના ચકકરમાં ગયો જીવ, ધોધના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો યુવકઃ જુઓ વીડિયો
કર્ણાટકના શિવમોગ્ગા જિલ્લાનો એક 23 વર્ષીય વ્યક્તિ અરાસિનાગુંડી ધોધમાં એ સમયે ડૂબી ગયો જ્યારે તે ઝરણાના મોટા પત્થર પર ઉભો રહીને વોટરફોલ જોઈ રહ્યો હતો. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે જે તે યુવકના મિત્રએ શૂટ કર્યો છે. આ દુર્ઘટના ઉડુપી જિલ્લાના અરાસિનાગુંડી ધોધ ખાતે રવિવાર, 23 જુલાઈના રોજ બની હતી, જ્યારે વીડિયો શૂટ કરતી વખતે ધોધ પાસે ઊભેલો એક વ્યક્તિ લપસી ગયો હતો અને વહી ગયો હતો. વ્યક્તિની સતત શોધ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી તે મળ્યો નથી.
ઉત્તર ભારતની સાથે સાથે કર્ણાટકમાં પણ આ દિવસોમાં સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અરાસિનાગુંડી ધોધમાં પણ તેની અસર જોવા મળી હતી અને મોટા પ્રમાણમાં પાણી વહી ગયા હતા. આ દરમિયાન એક વ્યક્તિ તેના મિત્ર સાથે ધોધની મુલાકાતે આવ્યો હતો અને તે દરમિયાન તેણે રીલ બનાવવાનું શરૂ કર્યું હતું અને અચાનક ધોધ પાસે ઉભેલા વ્યક્તિનો પગ લપસી ગયો હતો અને તે પાણીના જોરદાર પ્રવાહમાં વહી ગયો હતો.