સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 12 એપ્રિલ 2022 (14:37 IST)

CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વનાં સમાચાર, ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ માટે ગાઈડલાઇન્સ જાહેર

CBSE EXAM
CBSE બોર્ડ દ્વારા 26 એપ્રિલથી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ લેવાશે. આ અગાઉ વિદ્યાર્થીઓ માટે કેટલીક્ ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી છે જે દરેક વિદ્યાર્થીએ જાણી લેવી જરૂરી છે. 
 
આ ગાઈડલાઇન્સ વિદ્યાર્થીઓ માટે વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે અને અહીં અમે તમને સરળ ભાષામાં સમજાવવા પ્રયત્ન કરીએ છીએ. 
 
વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શિકા 
COVID-19 ના નિયમો અને માર્ગદર્શિકા હળવી કરતા હવે ટર્મ-2 માં બોર્ડ દ્વારા એક વર્ગમાં 18 વિદ્યાર્થીઓને બેસવા દેવામાં આવશે. 
વિદ્યાર્થીઓએ પણ COVID-19 ના નિયમો અને માર્ગદર્શિકાનું કડકપણે પાલન કરવાનું રહેશે. સોશ્યલ ડિસ્ટનસિંગ, માસ્ક અને તાવની ચકાસણી માટે તાપમાન ચેક કરાવવું ફરજિયાત રહેશે. 
 
પરીક્ષા સરળતાથી લેવાય તે માટે થ્રી-સ્ટેપ વેરિફિકેશન પ્રોસેસ ફરજિયાત કરવામાં આવી છે. 
2022 ની ધોરણ 10 અને 12 ની બીજી ટર્મની પરીક્ષા બે કલાકની રહેશે જે 10:30 થી 12:30 ના સમયગાળા દરમિયાન લેવાશે. 
વિદ્યાર્થીઓએ સવારે 09:30 વાગ્યે પરીક્ષા કેન્દ્ર પર હાજર થઈ જવાનું રહેશે. અને 10 વાગ્યા સુધીમાં પોતપોતાની સીટ પર સ્થાન ગ્રહણ કરી લેવાનું રહેશે. સવારે 10 વાગ્યા બાદ આવનાર કોઈપણ વિદ્યાર્થીને કોઈપણ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.