રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated :મુંબઈ , મંગળવાર, 2 મે 2023 (13:30 IST)

Big News - શરદ પવારે NCP અધ્યક્ષ પદ છોડવાનુ કર્યુ એલાન, જાણો શરદ પવાર વિશે

મહારાષ્ટ્રના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. શરદ પવારે NCP અધ્યક્ષ પદ છોડવાનો નિર્ણય કર્યો છે.  શરદ પવારે કહ્યુ, હુ એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપી રહ્યો છુ. 

 
શરદ પવારના આ એલાન પછી મહારાષ્ટ્રનુ રાજકારણ ગરમાયુ છે અને એનસીપી કાર્યકર્તા શરદ પવારના સમર્થનમાં નારેબાજી કરી રહ્યા છે. શરદ પવારનુ કહેવુ છે કે તેઓ એનસીપીના અધ્યક્ષ પદ પરથી રિટાર થઈ રહ્યા છે. 

શરદ પવારનો રાજકીય સફર 
 
-  શરદ પવારનો જન્મ 12 ડિસેમ્બર, 1940ના રોજ થયો હતો. પવારે 1967માં કોંગ્રેસ સાથે રાજકીય સફર શરૂ કરી હતી.
- તેઓ પહેલીવાર 1984માં બારામતીથી લોકસભા ચૂંટણી જીત્યા હતા. તેમણે 20 મે 1999ના રોજ કોંગ્રેસથી અલગ થઈ ગયા અને 25 મે 1999ના રોજ એનસીપીની રચના કરી.
-  એનસીપીની રચના શરદ પવાર, તારિક અનવર અને પીએ સંગમાએ મળીને કરી હતી. આ ત્રણેય અગાઉ કોંગ્રેસમાં હતા.
-  મહારાષ્ટ્રના સૌથી યુવા મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ તેમના નામે છે. 1993માં તેમણે ચોથી વખત સીએમ તરીકે શપથ લીધા હતા.
-  તેમની રાજકીય કારકિર્દીમાં તેઓ યુપીએ સરકારમાં કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે.
-  આ સિવાય તેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
-  પવાર 2005 થી 2008 સુધી BCCI ના અધ્યક્ષ હતા અને 2010 માં ICC ના અધ્યક્ષ બન્યા હતા.
- પવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ છે. પોતાનો રાજકીય વારસો પુત્રી સુપ્રિયા સુલેને સોંપી દીધો છે.
- NCPના ટોચના નેતાઓમાંના એક હોવા ઉપરાંત, સુપ્રિયા 2009 અને 2014માં તેમના પિતાની બેઠક બારામતીથી બે વખત સાંસદ રહી ચૂક્યા છે.