બંગાળની ખાડીમાં આવી રહ્યુ છે ચક્રવાતી વાવાઝોડુ અસની, જાણો કેટલી તબાહી મચાવી શકે છે આ વંટોળ
આગામી અઠવાડિયે બંગાળની ખાડીમાં અસની ચક્રવાત આવી શકે છે. મોસમ વિભાગે કહ્યુ કે આગામી અઠવાડિયાની શરૂઆતમાં દક્ષિણ પશ્ચિમ હિંદ મહાસાગરની ઉપર બનેલ એક નિમ્ન દબાણનુ ક્ષેત્ર તેજ ચક્રવાતી વાવાઝોડામાં બદલાઈ શકે છે. મોસમ વિભાગના પૂર્વાનુમાનોના મુજબ આ વાવાઝોડુ પછી બાંગ્લાદેશ અને તેના કિનારે ઉત્તરી મ્યાંમારની તરફ વધશે. IMDના મુજબ વર્તમાન નિમ્ન દબાણનુ ક્ષેત્ર (LPA)મંગળવારે બન્યુ હતુ અને તેના શનિવાર સુધી પૂર્વ-ઉત્તર પશ્ચિમ દિશાની તરફ વધવાની શક્યતા છે. ત્યારબાદ આ અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહની તરફ વધશે.
હવામાન વિભાગે કહ્યું છે કે જે લો-પ્રેશરનું ક્ષેત્ર બન્યું છે તે 21 માર્ચે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે, જે 22 માર્ચે ઉત્તર અને ઉત્તરપૂર્વ તરફ આગળ વધશે. જો આ ચક્રવાત વાવાઝોડાનું રૂપ ધારણ કરશે તો તેનું નામ અસાની રહેશે. નિયમો અનુસાર, આ ચક્રવાતી તોફાનને શ્રીલંકાએ આસાની નામ આપ્યું છે
માછીમારોને દરિયાકાંઠે દૂર રહેવાની સલાહ
હવામાન વિભાગે કહ્યું છે કે ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશામાં અસર દર્શાવ્યા બાદ આ ચક્રવાતી તોફાન 23 માર્ચે બાંગ્લાદેશ અને મ્યાનમારના ઉત્તરીય છેડે પહોંચશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુરુવાર અને શુક્રવારે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને તેની નજીકના દક્ષિણ આંદામાન સમુદ્રમાં દરિયાઈ હિલચાલ વધુ તીવ્ર થવાની સંભાવના છે. તેથી હવામાન વિભાગે ચેતવણી આપતા માછીમારોને આગામી બુધવારે બંગાળની ખાડીના દક્ષિણ ભાગ અને તેની આસપાસના વિસ્તારોમાં અને આગામી ગુરુવાર અને શુક્રવારે દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રમાં માછીમારી માટે ન જવાની સલાહ આપી છે.
પવનની ઝડપ 90 કિમી હોઈ શકે
હવામાન વિભાગે શનિવાર અને મંગળવાર વચ્ચે આંદામાન સમુદ્રથી આંદામાન અને નિકોબાર ટાપુઓ સુધી મુસાફરી ન કરવાની પણ સલાહ આપી છે. રવિવારે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં જોરદાર પવનની અપેક્ષા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ દિવસે પવનની ઝડપ 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે. ,જે બીજા દિવસે 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે. જો કે, હવામાન વિભાગે એ નથી જણાવ્યું કે જો ચક્રવાતની સ્થિતિ વાવાઝોડામાં ફેરવાય તો તે કેટલું જોખમી બની શકે છે.