સાવરકર ન હોત તો આજે આપણે અંગ્રેજી જ ભણી રહ્યા હોત, અખિલ ભારતીય રાજભાષા સંમેલનમાં બોલ્યા અમિત શાહ
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં થનારી વિધાનસભા ચૂંટણી (UP Assembly elections) ની તૈયારીઓને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપીના વરિષ્ઠ નેતા અમિત શાહ (Amit Shah)રાજ્યના પ્રવાસ પર છે. અખિલ ભારતીય રાજભાષા સંમેલનને સંબોધિત કરતા અમિત શાહે કહ્યુ કે જો તુલસીદાસે અવધિમં રામચરિત માનસ ન લખ્યુ હો તો રામાયણ વિલુપ્ત થઈ જાત.
અમિત શાહે કહ્યુ કે વીર સાવરકર ન હોત તો આજે આપણે અંગ્રેજી જ વાંચી રહ્યા હોત. તેમણે કહ્યુ કે સાવરકરે જ હિન્દી શબ્દકોશ બનાવ્યો હતો. અંગ્રેજી આપણા પર થોપવામાં આવી હતી. તેમણે કહ્યુ કે હિન્દીના શબ્દકોશ માટે કામ કરવુ પડશે અને તેને મજબૂત કરવુ પડશે.
તેમણે કહ્યુ કે હુ પણ હિન્દી ભાષી નથી. ગુજરાતથી આવુ છુ. મારી માતૃભાષા ગુજરાતી છે. મને ગુજરાતી બોલવાથી કોઈ પરેજ નથી. પણ હુ ગુજરાતી જ જેટલુ પણ કદાચ તેનાથી વધારે હિન્દીનો ઉપયોગ કરુ છે.
અમિત શાહે કહ્યુ કે અખિલ ભારતીય રાજભાષા સંમેલને રાજધાની દિલ્હીમાંથી બહાર કરવાના નિર્ણહ્યને અમે વર્ષ 2019થી જ કરી લીધો હતો. બે વર્ષ કોરોનાકાળને કારણે અમે કરી ન શક્યા. પણ આજે મને ખુશી છે કે આ નવી શુભ શરૂઆત આઝાદીના અમૃત મહોત્સવમાં થવા જઈ રહી છે. આઝાદીના અમૃત મહોત્સવના હેઠળ દેશના બધા લ ઓકોનુ આહવાન કરવા માંગુ છુ કે સ્વભાષા માટે આપણે એક લક્ષ્ય જે છૂટી ગયુ હતુ, અમે તેનુ સ્મરણ કરીએ અને તેને આપણા જીવનનો ભાગ બનાવીએ. હિન્દી અને આપણી બધી સ્થાનીક ભાષાઓ વચ્ચે કોઈ અંતરવિરોધ નથી.
સ્વરાજ તો મળી ગયુ, પણ સ્વદેશી અને સ્વભાષા પાછળ છૂટી ગઈ
અમિત શાહે કહ્યુ કે પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ છે કે અમૃત મહોત્સવ, દેશને આઝાદી અપાવનારા લોકોની સ્મૃતિને પુન જીવંત કરીને યુવા પેઢીને પ્રેરણા આપવા માટે જ છે, આ અમારે માટે સંકલ્પનુ વર્ષ પણ છે. આઝાદીના આંદોલનને ગાંધીજીએ લોક આંદોલનમાં પરિવર્તિત કર્યુ તેમા ત્રણ સ્તંભ હતા - સ્વરાજ, સ્વદેશી અને સ્વભાષા