શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 2 ઑગસ્ટ 2023 (17:04 IST)

Himachal Rain: હિમાચલમાં હવામાન, ફરી રેડ એલર્ટ જારી, સરકારે આ હેલ્પલાઈન નંબર જારી કર્યા

himachal pradesh landslide
હિમાચલમાં ફરી તબાહીનું એલર્ટ- હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી અરાજકતા વચ્ચે સરકારે હેલ્પલાઈન નંબર જારી કર્યા છે. આ નંબરો ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જારી કરવામાં આવ્યા છે. મુશ્કેલીમાં રહેલા લોકો સરકારના ટોલ ફ્રી નંબર 1100, 1070 અને 1077 પર પણ સંપર્ક કરી શકે છે. હાલ રાજ્યમાં વરસાદી માહોલ જારી રહ્યો છે. હવામાન વિભાગે ફરી એકવાર રેડ એલર્ટ જાહેર કર્યું છે.
 
48 કલાકમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે
હિમાચલ પ્રદેશમાં છેલ્લા 48 કલાકમાં 15 લોકોના મોત થયા છે. કુલ્લુના નિરમંડમાં કાર અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે.
 

તે જ સમયે, શિમલા જિલ્લામાં અલગ-અલગ ભૂસ્ખલનમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સિવાય ચંબા અને કુલ્લુમાં એક-એક જીવ ગયા છે. હાલ તો રાહતની કોઈ આશા નથી. પ્રદેશ ભરમ એચઆરટીસીના 1052 રૂટ અટકી પડ્યા છે અને લગભગ 450 બસો અલગ-અલગ સ્થળોએ અટવાઈ છે.