સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 12 જુલાઈ 2021 (14:25 IST)

તબાહી - હિમાચલમાં મુશળધાર વરસાદ, કાગળની જેમ વહી ગાડીઓ, અનેક ઘર ક્ષતિગ્રસ્ત

હિમાચલ પ્રદેશના અનેક જીલ્લામાં સોમવારે મુશળધાર વરસાદે ભારે તબાહી મચાવી છે. મૈક્લોડગંજની પાસે ભાગસૂનાગમાં નાળામાં વાવાઝોડુ આવતા રસ્તા પર પાણીનો તેજ વહેણ આવી ગયુ,જેનાથી પાર્કિંગમાં ગાડીઓ વહી ગઈ. અનેક ગાડીઓને નુકશાન પહોચ્યુ છે. આ ઘટનાથી લોકો ગભરાયા છે. જીલ્લા કુલ્લુમાં 
માનસૂનની પ્રથમ મુશળઘાર વર્ષા થઈ. સોમવારે વહેલી સવારથી જ ભારે વરસાદને કારણે જિલ્લામાં જનજીવન સંપૂર્ણ રીતે ખોરવાઈ ગયું હતું. હવામાન કેન્દ્ર શિમલા પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સવારે 9 વાગ્યા સુધી પાલમપુરમાં 160 મીમી અને ધર્મશાળામાં 160 મીમી વરસાદ થયો છે.
 
પાગલનાલામાં પૂર આવવાથી ઔટ-લારજી-સૈજ માર્ગ બંધ થઈ ગયો. અહી શાકભાજીઓ સાથે નિગમની બસ અને અન્ય વાહન ફસાયા છે. જીલ્લામાં લગભગ 15થી વધુ માર્ગ પર જમીન ઢસડી જવાથી અવરરોધ થયો છે. બીજી બાજુ હિમાચલ પથ પરિવહન નિગમની ચાર બસો ફસાય ગઈ છે. વ્યાસ, પાર્વતી, સરવરી ખડ્ડ સહિત જીલ્લાના નદીનાળા ઉફાન પર છે.  માનસૂનની પ્રથમ વરસાદમાંજ કુલ્લુ પાણી પાણી થઈ ગયુ છે રસ્તાઓ પર અને ઠેર ઠેર પાણીના તળાવ બનવાના કારણે રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
 
બીજી તરફ, ભારે વરસાદને પગલે ખેડુતો અને માળીઓએ રાહતનો શ્વાસ લીધો છે. સફરજન અને અન્ય પાક માટે વરસાદ  સંજીવની રૂપ કામ કરશે. ડેપ્યુટી કમિશનર આશુતોષ ગર્ગે જણાવ્યું હતું કે, મંગળવાર સુધીમાં જિલ્લામાં ભારે વરસાદને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં લોકોને અને પ્રવાસીઓને નદીના નાળા પાસે ન જવા તાકીદ કરવામાં આવી છે.