રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 2 જુલાઈ 2024 (18:30 IST)

યોગીએ વળતરની કરી જાહેરાત, મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા, ઘાયલોને 50-50 હજાર રૂપિયા

Hathras Satsang Stampede
ઉત્તર પ્રદેશના હાથરસમાં નાસભાગમાં 50થી વધુ લોકોના મોત થયા છે. દુર્ઘટનાની નોંધ લેતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંપૂર્ણ તપાસના આદેશ આપ્યા છે. તેમણે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો માટે વળતરની પણ જાહેરાત કરી છે.

સીએમ્ યોગીએ હાથરસ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાનો નિર્દેશ આપ્યો છે.
 
 
સિકંદરરૌ નગર પાસે એટા રોડ પર આવેલા ફુલરાઈ ગામમાં સત્સંગ બાદ મોટો અકસ્માત થયો હતો. નાસભાગનું મુખ્ય કારણ એ હતું કે અહીં કથા કરવા આવેલા કથાકાર ભોલે બાબાનો કાફલો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન સત્સંગમાં ભાગ લેનાર ભક્તો પણ પોતાના ઘરે જવા રવાના થયા હતા. બાબાના કાફલાને હટાવવા માટે ભીડને એક ભાગમાંથી રોકી દેવામાં આવી હતી, જે દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી.