હાથરસ કાંડ : હવે સુવર્ણોને જોઈએ ન્યાય
સત્તા ઑક્ટોપસથી પણ ખતરનાક હોય છે અને તેના હાથોને સંખ્યા અસીમિત. હાથરસમાં પોલીસે દુષ્કર્મનો શિકાર થયેલ અબોધ બાળકીનો અંતિમ સંસ્કાર બળજબરીપૂર્વક પોતે જ કર્યો હતો, બીજી બાજુ તેની ફોરેંસિક રિપોર્ટ પણ નેગેટિવ આવી છે. જે વાત સરકારી મશીનરી પહેલા જ કહી રહી હતઈ કે ગેંગ રેપ નથી થયો, એ જ હવે ફોરેસિંક રિપોર્ટ પણ કહી રહી છે. ફોરેંસિક રિપોર્ટ આવતા જ સ્થાનીક સુવર્ણોએ ઈન્સાફ અપાવવા ધરણા શરૂ કરતા કહ્યુ છે કે કોઈ નિર્દોષ સાથે નાઈંસાફી ન થવી જોઈએ. ઉત્તર પ્રદેશના જીલ્લા હાથરસ આ સમયે ચર્ચામાં છે, કારણ કે અહી હેવાનિયતનો શિકાર થયેલ યુવતીએ 29 સપ્ટેમ્બરના રોજ એમ્સમાં દમ તોડ્યો હતો. હાથરસ જીલ્લાના થાના ચંદપા કોતવાલી ક્ષેત્રના ગામ બાલૂગઢીમાં યુવતીની સાથે ચાર યુવકોએ 14 સપ્ટેમ્બર 2020ના રોજ સામુહિક દુષ્કર્મ કર્યો. આટલા પર પણ તેમનુ મન ન ભર્યુ તો તેમણે હૈવાનિયતની શિકાર યુવતીની જીભ કાપી નાખી, કરોડરજ્જુ તોડી નાખી.
પીડિતા અનેક દિવસ સુધી જીવન અને મોત વચ્ચે હોસ્પિટલમાં લડતી રહી. પણ તે અંતમાં પોતાના જીવનની જંગ હારી ગઈ. દિલ્હી સફદરજંગ હોસ્પિટલમાં દમ તોડવાના પીડિત પરિવાર સાથે પ્રદએશ જ નહી આખો દેશ પીડિત પરિવાર સાથે ઉભો થયો. આ મામલે રાજનીતિ ગરમાઈ ગઈ. આજે આ મામલે એક નવો વળાંક અવ્યો છે. જ્યારે યુવતીની ફોરેંસિક રિપોર્ટ પણ નેગેટિવ આવી. મતલબ મૃતકા સાથે રેપની ચોખવટ નહી થઈ. મેડિકલ રિપોર્ટ અને ફોરેંસિક રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી હવે ગામમાં સુવર્ણ સમાજના લોકો આરોપિત પરિવારના લોકોને ન્યાય અપાવવા માટે ધરણા પર બેસ્યા છે. સુવર્ણ સમાજના લોકોનુ કહેવુ છે કે પુત્રી તો પુત્રી હોય છે. ભલે તે દલિત હોય કે સુવર્ણ જાતિની કે કોઈપણ ધર્મની. ઘરણા પર બેસેલા લોકોનુ કહેવુ છે કે એસઆઈટી તપાસ નિષ્પક્ષ રૂપથી થાય. જો અમારા સમાજનો યુવક દોષી છે તો તેને સજા જરૂર થાય, પણ કોઈ નિર્દોષ ન ફસાવવો જોઈએ. મૃતકા સઆથે દુષ્કર્મની પુષ્તિ ન થયા પછી આ ઘટના એક નયા મુકામ પર પહોંચી છે. ઘરણા પર બેસેલા લોકોનુ કહેવુ છે કે આ દિકરી સાથે આવુ કૃત્ય પરિવારના લોકોએ જ કર્યુ છે, લોકો કહી રહ્યા છે કે પીડિતાના ભાઈએ આ બધુ કર્યુ છે. હવે પરિવાર પર ઑનર કિલિંગનો આરોપ લાગી રહ્યો છે તો જલ્દી અને ઝીણવટાઈથી આ કેસની હકીકત બહાર આવવી જોઈએ.