ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : બુધવાર, 5 એપ્રિલ 2023 (18:41 IST)

હનુમાન જયંતીને લઈને અલર્ટ મોડ પર સરકાર, ગૃહ મંત્રાલયે રજુ કરી એડવાઈઝરી, જાણો શુ કહ્યુ

રામ નવમીના અવસર પર અનેક રાજ્યોમાં હિંસા બાદ કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હવે હનુમાન જયંતિને લઈને તમામ રાજ્યોને એડવાઈઝરી જારી કરી છે. આ એડવાઈઝરીમાં ગૃહ મંત્રાલયે તમામ રાજ્ય સરકારોને હનુમાન જયંતિને ધ્યાનમાં રાખીને સતર્ક રહેવા જણાવ્યું છે. જણાવી દઈએ કે આવતીકાલે 6 એપ્રિલે દેશભરમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવશે.

HMO india
 
ગૃહ મંત્રાલયના કાર્યાલયે ટ્વિટ કર્યું. "ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારોને કાયદો અને વ્યવસ્થા જાળવવા, તહેવારનું શાંતિપૂર્ણ પાલન સુનિશ્ચિત કરવા અને સમાજમાં સાંપ્રદાયિક સંવાદિતાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરનારાઓ પર તકેદારી રાખવા જણાવ્યું છે," 
 
જહાંગીરપુરી વિસ્તારમાં કાઢવામાં આવી ફ્લેગ માર્ચ 
 
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ હનુમાન જયંતિને લઈને પોલીસ એલર્ટ મોડ પર છે. દિલ્હી પોલીસના જવાનોએ હનુમાન જયંતિના એક દિવસ પહેલા બુધવારે જહાંગીરપુરી વિસ્તારમાં ફ્લેગ માર્ચ કાઢી હતી. દિલ્હી પોલીસ ઉપરાંત પેરા મિલિટરી ફોર્સના જવાનો પણ જહાંગીરપુરીમાં હાજર છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે જહાગીરપુરી વિસ્તારના જી બ્લોકમાં હનુમાન જયંતિ શોભા યાત્રા પર પથ્થરમારો બાદ હિંસા ભડકી હતી.
હનુમાન જયંતિ અંગે કલકત્તા HCનો આદેશ

હનુમાનજીના 11 દિવ્ય મંત્ર, જપશો તો થશે ચમત્કાર
 
તે જ સમયે, આજે કલકત્તા હાઈકોર્ટે પણ પશ્ચિમ બંગાળ સરકારને હનુમાન જયંતિને લઈને નિર્દેશ આપ્યા છે. કલકત્તા હાઈકોર્ટે બંગાળ સરકારને રાજ્યમાં સુરક્ષા જાળવવા અને કેન્દ્રીય સુરક્ષા દળોને તૈનાત કરવા જણાવ્યું હતું. હાઈકોર્ટે એમ પણ કહ્યું કે જે વિસ્તારોમાં હિંસા બાદ કલમ 144 લાગુ કરવામાં આવી છે ત્યાં હનુમાન જયંતિના દિવસે કોઈ શોભયાત્રા કાઢવામાં ન આવે.