મફતની વસ્તુઓએ લોકોને આળસુ બનાવી દીધા છે, મફત ચોખા ફક્ત બીપીએલ પરિવારને મળે - કોર્ટ
મદ્રાસ હાઈકોર્ટે કહ્યુ છે કે જન વિતરણ સેવાઓ દ્વારા રેશનકાર્ડ ધારકોને મફતમાં ચોખા આપવાની સુવિદ્યા ફક્ત બીપીએલ પરિવાર સુધી જ સીમિત રાખવો જોઈએ. કોર્ટે કહ્યુ કે બધા વર્ગના લોકોને મફતની રેવડીઓ વહેંચાવવાથી લોકો આળસુ થઈ ગયા છે. કોર્ટે કહ્યુ કે સરકારે ગરીબો અને જરૂરિયાતવાળા લોકોને ચોખા અને અન્ય કરિયાણાનો સામાના આપવો જોઈએ પરંતુ વારંવાર સરકારોએ રાજનીતિક લાભ માટે આ પ્રકારનો લાભ સૌને આપ્યો.
ન્યાયમૂર્તિ એન કિરુબાકરણ અને ન્યાયમૂર્તિ અબ્દુલ કુદ્દૂસની પીઠએ કહ્યુ, પરિણામ સ્વરૂપ લોકોએ સરકાર પાસેથી બધુ જ મફત મેળવવાની આશા કરવી શરૂ કરી દીધી છે. પરિણામ સ્વરૂપ તેઓ આળસુ થઈ ગયા છે અને નાના નાના કામ માટે પણ પ્રાઅસી મજૂરોની મદદ લેવા માંડ્યા. પીઠ ગુરૂવારે પીડીએસના ચોખાની તસ્કરી કરી તેને વેચવાના આરોપમાં ગુંડા કાયદા હેઠળ ધરપકડ પામેલ એક વ્યક્તિ દ્વારા તેને પડકાર આપવા વિરુદ્ધ અરજી દાખલ કરી તેના પર સુનાવણી કરી રહી હતી.