સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : રવિવાર, 31 ડિસેમ્બર 2017 (15:51 IST)

કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ કેમ્પ પર આતંકી હુમલો, ચાર જવાન શહીદ

એક વાર ફરીથી નવા વર્ષનું સેલિબ્રેશન પાસે આવતા આતંકવાદીઓની નાપાક હરકત સામે આવી છે. જમ્મુ-કાશ્મીરના લૈથાપોરા સીઆરપીએફ ટ્રેનિંગ કેમ્પ પર આતંકી હુમલો થયો છે. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી છે. એક રિપોર્ટ પ્રમાણે, હાલમાં આતંકીઓ કમાન્ડો ટ્રેનિંગ સેન્ટરમાં છૂપાયા છે અને તેમને ઠાર મારવા માટે ઓપરેશન ચાલી રહ્યું છે. સેના દ્વારા અત્યાર સુધીમાં ત્રણ આતંકી ઠાર કરવામાં આવ્યા છે. હજુ પણ એકથી બે આતંકીઓ છુપાયા હોવાની શક્યતા છે
 
પ્રાપ્ત માહિતી અનુસાર, 3 આતંકી સાઉથ કાશ્મીરના અવંતીપોરા, પુલવામા સ્થિત કેમ્પમાં ઘૂસ્યા છે. આતંકીઓએ પહેલા તો ગ્રેનેડથી હુમલો કર્યો હતો. તેના બાદ સતત ફાયરિંગ શરૂ કર્યું હતું. મીડિયાને વોટ્સએપ મેસેજ મોકલીને જૈશ-એ-મોહંમદે હુમલાની જવાબદારી સ્વીકારી છે. આતંકી સંગઠનનું કહેવું છે કે, આ ફિદાયિન હુમલો તેમના આતંકી કમાન્ડર નૂર ત્રાલીના મોતનો બદલો લેવા માટે કરવામાં આવ્યો છે. જેમાં હજી પણ અથડામણ ચાલુ છે.