MP ના પૂર્વ મુખ્યમંત્રી અર્જુન સિંહની પત્નીનુ દિલ્હીમાં નિધન, ચુરહટમાં થશે અંતિમ સંસ્કાર
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી રહેલા કોંગ્રેસના દિવંગત નેતા અર્જુન સિંહની પત્ની સરોજ સિંહના 84 વર્ષની વયે બુધવારે દિલ્હીમાં નિધન થઈ ગયુ. તેઓ અનેક દિવસોથી બીમાર હતી. તેમના પુત્ર અને કોંગ્રેસ નેતા અજય સિંહે આ માહિતી આપી. સરોજ સિંહનો અંતિમ સંસ્કાર મધ્યપ્રદેશ સ્થિત તેમન ગૃહ નગર ચુરહટમાં કરાશે.
સૂતા સમયે આવ્યો એટેક
ન્યૂઝ એજંસી મુજબ સરોજ સિંહને રાત્રે સૂતી વખતે હાર્ટ એટેક આવ્યો. સવારે જ્યારે ડોક્ટરોએ ચેક કર્યુ તો તેઓ મૃત મળી. તેમના નિધનની સૂચના મળ્યા પછી અજય સિંહ દિલ્હી રવાના થઈ ગયા. સરોજ સિંહ બે વર્ષથી પુત્રી વીણા સાથે નોએડામાં રહેતી હતી.
2011માં અર્જુન સિંહનુ નિધન થયુ હતુ
અર્જુન સિંહ ત્રણ વાર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી, કેન્દ્રમાં મંત્રી અને પંજાબના રાજ્યપાલ રહ્યા. 4 માર્ચ 2011ના રોજ દિલ્હીમાં તેમનુ નિધન થયુ હતુ. અર્જુન સિંહ અને સરોજ સિંહના બે પુત્ર અભિમન્યુ, અજય અને એક પુત્રી વીણા સિંહ છે. અભિમન્યુ બિઝનેસમેન છે. જ્યારે કે અજય મધ્યપ્રદેશના પૂર્વ નેતા પ્રતિપક્ષ રહ્યા છે. વીણા પણ સીધીથી લોકસભા ચૂંટણી લડી ચુકી છે.