શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 10 માર્ચ 2022 (16:16 IST)

Bhagwant Mann- કોણ છે ભાગવંત માન જાણો ભગવંત માનની પર્સનલ, પ્રૉફેશનલ અને અ-પોલિટિકલ પ્રોફાઈલ

ભગવંત માનનો જન્મ તા. 17મી ઑક્ટોબર 1973ના રોજ સંગરૂર જિલ્લાના મંડી નજીક સતોજ ગામ ખાતે થયો હતો. તેમના પિતા મહિંદરસિંહ સરકારી શાળામાં શિક્ષક હતા, જ્યારે માતા હરપાલકૌર ગૃહિણી.
 
માને ધો. 12 સુધી અભ્યાસ કર્યા બાદ સંગરૂરની સુનામ શહીદ ઉધમસિંહ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. આ અરસામાં તેમનો કૉમેડી તથા કવિતા તરફ રસ વધ્યો. એ વર્ષે જ તેમનાં ગીત, કૉમેડી તથા પૅરોડીની પહેલી ટેપ રજૂ થઈ.
 
આ ટેપને કારણે તેઓ કૉમેડીની દુનિયામાં છવાઈ ગયા અને પ્રૉફેશનલ કૉમેડિયન બની ગયા. એમણે અભ્યાસ વચ્ચેથી જ છોડી દીધો.
 
1992થી 2013 દરમિયાન તેમણે 25 આલ્બમ રેકર્ડ કર્યા. આ સિવાય તેમનાં ગીતોની પાંચ ટેપ પણ આવી. જેના દ્વારા તેઓ રાજકીય તથા સામાજિક મુદ્દા પર વ્યંગ કરતા હતા.
 
1994થી 2015 દરિયાન તેમણે 13 જેટલી પંજાબી અને હિંદી ફિલ્મો તથા અનેક જાહેરાતોમાં દેખા દીધી. 'જુગ્નુ', 'ઝંડાસિંહ', 'બીબો બુઆ' તથા 'પપ્પુ પાસ' જેવાં પાત્રો કૉમેડીની દુનિયાને માનની દેણ છે.
તેમણે 'જુગ્નુ મસ્ત મસ્ત' તથા 'નૉ લાઇફ વિથ વાઇફ' જેવા સ્ટેજ શૉ પણ કર્યા છે. તેમણે ઇંદ્રજિતકૌર સાથે લગ્ન કર્યાં છે અને એક પુત્ર તથા એક પુત્રી છે.
 
ઇંદ્રજિત તેમના પતિથી અલગ અમેરિકામાં રહે છે. માન પોતાનાં માતા સાથે સતોજ ખાતે જ રહે છે. તેમનાં બહેન મનપ્રીતનું લગ્ન સતોજ પાસે જ એક ગામમાં થયું છે.
 
માને 'કૉમેડી સર્કસ'માં કામ કર્યું, જ્યાં શેખર સુમન તથા નવજોતસિંહ સિદ્ધુ જજ હતા. યોગાનુયોગ આ ચૂંટણીમાં સિદ્ધુ અને માન સામ-સામે હતા. સિદ્ધુ પંજાબ કૉંગ્રેસના અધ્યક્ષ હતા તો માન આપના પ્રદેશાધ્યક્ષ હતા.
 
કૉમેડિયન તરીકે કૅરિયર તેમણે જગતા રાણા જગ્ગી, રાણા રણબીર જેવા કલાકારો સાથે કૉમેડી કરી. અનેક ધારાસભ્ય, નેતા તથા કાર્યકર્તા પાર્ટી છોડી ગયા.
તેમની જેમ જ કૉમેડી સરકસ દ્વારા નામના મેળવનારા ગુરપ્રીતસિંહ ગુગ્ગી આપની પંજાબ પાંખના કન્વીનર હતા. પરંતુ માન પર અતિરેક દારૂ પીવાના આરોપ મૂકીને ગુગ્ગીએ 2017માં પાર્ટી છોડી દીધી હતી.
 
મુખ્ય મંત્રીપદના ઉમેદવાર જાહેર થયા બાદ માને કહ્યું હતું કે 'પંજાબને કૅલિફૉર્નિયા કે પેરિસ નથી બનાવવું. પંજાબને પંજાબ બનાવવું છે. હસતું-રમતું પંજાબ.'