ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ઈન્દોર , શુક્રવાર, 9 જૂન 2017 (11:46 IST)

#FARMERSTRIKE : 12 જૂનના રોજ મંદસૌર જશે હાર્દિક

રાહુલ ગાંધી પછી હવે પટેલ સમુહના નેતા હાર્દિક પટેલ મંદસૌર જવાના છે. જાણવા મળ્યુ છે કે 12 જૂનના રોજ હાર્દિક મંદસૌર જઈ શકે છે. હાર્દિકે કહ્યુ કે - મંદસૌર હિંસામાં મૃતક 6 ખેડૂતોમાં 5 પાટીદાર છે અને તેઓ પોતે એક ખેડૂતના પુત્ર હોવાથી તેઓ   ખેડૂતોનુ દુખ સારી રીતે સમજી શકે છે.  મંદસૌર હિંસામાં માર્યા ગયેલા ખેડૂતોના મામલે હાર્દિક અનેક વાર શિવરાજ સરકાર પર હુમલો બોલી ચુક્યા છે. 

હાર્દિકે એક ટ્વીટમાં લખ્યુ - હુ જ તમારુ પેટ ભરુ અને તમે મને જ ગોળી ચલાવો. ચોકીદાર બનીને રહેવા આવ્યા હતા. શુ ચોકીદાર પોતાના માલિકને મરાવે છે ? એટલુ જ નહી હાર્દિકે એક વધુ ટ્વીટ કર્યુ જેમા ગુજરાતનુ ઉદાહરણ આપતા એમપી પોલીસ પર નિશાન સાધ્યુ. તેમણે લખ્યુ  પોલીસ જાતે તોડ-ફોડ કરી આગ ચાંપી રહી છે અને ખેડૂતો પર આરોપ લગાવીને ગોળીઓ વરસાવે છે. 
 
ઉલ્લેખનીય છે કે ખેડૂત આંદોલન દરમિયાન મંદસૌરમાં 6 ખેડૂતોની મોત પર હિંસા ભડકી ગઈ. પરિસ્થિતિ એ છે કે આખા પ્રદેશમાં હિંસાનુ વાતાવરણ છે. બીજી બાજુ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી મૃતક ખેડૂતોના પરિવારને મળવા પહોંચ્યા પણ પોલીસે તેમને મપ્ર-રાજસ્થાન બોર્ડર પર ધરપકડ કરી લીધી. ત્યારબાદ રાહુલે નયાપુરા ગામમાં મૃતક ખેડૂતોના પરિવાર સાથે પણ મુલાકાત કરી અને દરેક શક્ય મદદનું આશ્વાસન આપ્યુ. આ દરમિયાન રાહુલે હિંસામાં માર્યા ગયેલા ખેડૂતોને શહીદનો દરજ્જો આપવાની માંગ કરી છે. રાહુલે મીડિયાને કહ્યુ કે દેશમાં કર્જ માફ ફક્ત અમીરોનું થાય છે ખેડૂતોનું નહી.