ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 29 જાન્યુઆરી 2021 (07:01 IST)

ટિકેતના આંસુથી તરી ગયુ ખેડૂતોનુ આંદોલન, ખેડૂતો એકત્ર થવા લાગ્યા તો પોલીસ પાછળ હટી

પ્રજાસત્તાક દિન નિમિત્તે ખેડુતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસા અને લાલ કિલ્લા પર નિશાન સાહિબના ધ્વજને ફરકાવવામાં આવ્યા બાદ ખેડૂતોનું આંદોલન   નબળુ પડી રહ્યુ છે. અત્યાર સુધીમાં ચાર ખેડૂત સંગઠનોએ પોતાનું આંદોલન સમાપ્ત કર્યું છે, પરંતુ ગાઝીપુર સરહદે આંદોલન વધુ તીવ્ર બનાવવાની તૈયારી થઈ ચુકી છે. ગાજીપુર બોર્ડર પર ગુરુવારે મોડીરાત્રી સુધી હાઇ વોલ્ટેજ નાટક ચાલતુ રહ્યું. ગાઝીપુર બોર્ડર પર પોલીસ અને ફોર્સની હાજરીએ સંકેત આપ્યો હતો કે આવતી કાલની રાત આંદોલન માટે નિર્ણાયક રાત હશે, પરંતુ તે પછી જ રાકેશ ટીકેટ દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરેંસથી વાતાવરણ બદલાઈ ગયું હતું. ગાઝિયાબાદ વહીવટીતંત્રે વિરોધ કરી રહેલા પ્રદર્શનકારી ખેડુતોને ગુરુવારે મધ્યરાત્રિ સુધીમાં યુપીનો દરવાજો ખાલી કરવાનું અલ્ટીમેટમ આપ્યુ હતુ.  જ્યારે ખેડૂત નેતા રાકેશ ટીકેત પોતાની માંગ પર અડગ રહ્યા હતા અને કહ્યું હતું કે તે આત્મહત્યા કરી લેશે. પણ આંદોલન સમાપ્ત નહી કરે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટિકેત રડતાં જોવા મળ્યાં હતાં.

ગાઝીપુર બોર્ડરનો નજારો બદલાતો જોવા મળ્યો 
 
લ્હીની સરહદે આવેલા યુપી ગેટ (ગાઝીપુર બોર્ડર) ગુરુવારે સાંજે અથડામણની સ્થિતિ વચ્ચે,   મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. બીજી બાજુ વિરોધ પ્રદર્શન સ્થળે સાંજે અનેક વખત વીજ કાપ જોવા મળ્યો હતો, જ્યાં ભારતીય કિસાન યુનિયન (બીકેયુ) ના સભ્યો 28 નવેમ્બરથી  ટિકૈટની આગેવાની હેઠળ રોકાયા છે. ગઈકાલે સાંજે પોલીસની તૈયારીથી લાગ્યું હતું કે  ત્યાંથી ખેડૂતોનો મેળાવડો દૂર થઈ જશે અને અમુક હદે ખેડુતોએ પોતાનો થેલો બાંધવાનું શરૂ પણ કરી દીધું હતું, પરંતુ તે પછી જ રાકેશ ટીકાય રાત્રે મીડિયાની સામે આવે છે અને તેમના આંસુથી ખેડૂતોના ઇરાદા બદલાય જાય છે. હવે પરિસ્થિતિ એ છે કે પશ્ચિમ ઉત્તર પ્રદેશના ખેડૂતોએ રાત્રે દિલ્હી તરફ પ્રયાણ શરૂ કર્યું છે.

 
આજે બોલાવી છે પંચાયત 
 
યુપી સરકાર દ્વારા આંદોલન ખતમ કરવાના મૌખિક હુકમના પગલે ભારતીય ખેડૂત સંઘના પ્રવક્તા રાકેશ ટીકેત વિરોધ પ્રદર્શન ચાલુ રાખવા ઉપર અડગ હતા. ટીકેતે રડતા રડતા કહ્યુ કે તેઓ આત્મહત્યા કરી લેશે, પરંતુ આંદોલનનો અંત લાવશે નહીં. ટિકૈતે કહ્યું કે શુક્રવાર સવારથી મોટી સંખ્યામાં ખેડુતો વિરોધ સ્થળે એકત્ર થવાનું શરૂ કરશે. આ સંદર્ભમાં શુક્રવારે સવારે મુઝફ્ફરનગરમાં પણ પંચાયત બોલાવવામાં આવી છે અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં મોડી રાતથી ખેડુતો દિલ્હી તરફ પ્રયાણ શરૂ કરી દીધુ છે.