ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 19 નવેમ્બર 2021 (14:29 IST)

Farmers Protest - હજુ નહી ખુલે દિલ્હીના બોર્ડર, રાકેશ ટિકૈતએ આંદોલન ખતમ કરવા માટે મુકી આ શરત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોની માંગ માની લીધી છે. પીએમ મોદીએ ખેડૂત કાયદો પરત લેવાનુ એલાન કરતા ખેડૂતોને ઘરે પરત ફરવાની અપીલ કરી છે. આ બધા વચ્ચે ખેડૂત આંદોલનનુ  નેતૃત્વ કરી રહેલ ખેડૂત નેતા રાકેશ ટિકેતે સંકેત આપ્યો છે કે તે ખેડૂત આંદોલન તત્કાલ પરત લેવાના મૂડમાં નથી.
 
રાકેશ ટિકેટે કહ્યુ છે કે આંદોલન તત્કાલ પાછુ નહી ખેંચાય. તેમણે કહ્યુ કે અમે એ દિવસની રાહ જોઈ રહ્યા છે કે જ્યારે કૃષિ કાયદાને સંસદમાં રદ્દ કરવામાં આવશે. રાકેશ ટિકૈતે સાથે જ આ પણ સ્પષ્ટ કર્યુ છે કે સરકાર ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP)ની સાથે સાથે ખેડૂત સાથે સંબંધિત બીજા મુદ્દાપર પણ વાતચીત કરે. 
 
રાકેશ ટિકેતએ પીએમ મોદીના એલાન પર અવિશ્વાસ દર્શાવ્યો. તેમણે સ્પષ્ટ કર્યુ કે હાલ તો બસ એલાન થયુ છે. અમે સંસદમાંથી કાયદાના પરત લેવાની રાહ જોઈશુ. રાકેશ ટિકેતે સાથે જ એ પણ કહ્યુ કે ન્યૂનતમ સમર્થન મૂલ્ય સહિત ખેડૂતો સાથે જોડયેલા અન્ય મુદ્દા પર પણ વાતચીતનો રસ્તો ખુલવો જોઈએ. 
 
ખેડૂત નેતા દર્શન પાલે ખેડૂત કાયદાને પરત લેવાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા પીએમના નિર્ણયનુ સ્વાગત કર્યુ. તેમણે કહ્યુ કે આંદોલનને લઈને આવતીકાલે બેઠક પર ચર્ચા કરાશે.  દર્શન પાલ સાથે જ એ પણ કહેવામાં આવ્યુ કે અમારી એમએસપી અને ઈલેક્ટ્રિસીટી અમેંડમેંટ બિલને લઈને અમારી માંગ કાયમ છે.