આ મંદિરમાં હવે ભગવાનને પણ પરસેવો છૂટી રહ્યો છે..
બિહારમાં હાલ ભીષણ ગરમીનો કહેર છે. બિહારનું ગયા શહેર
આમ તો સૌથી વધુ ગરમ શહેરમાંથી એક છે. આવામાં હવે અહી ભગવાનને પણ પરસેવો છૂટી રહ્યો છે. ભગવાનને ગરમી ન લાગે અને પરસેવો ન છૂટે એ માટે પંખાની વ્યવસ્થાની ગઈ છે. ગયાના રામશિલા મંદિરમાં આ જ જોવા મળી રહ્યુ છે.
બિહારમાં 42-44 ડિગ્રીની ભીષણ ગરમી પડી રહી છે. લોકોને પરસેવો છૂટી રહ્યો છે પણ અહી ભગવાનને પણ પરસેવો છૂટી રહ્યો છે. આવુ દ્રશ્ય જોવા મળ્યુ છે. ગયાના રામશિલા મંદિરમાં ગણેશ ભગવાનની મૂર્તિ માટે પંખો લગાવવામાં આવ્યો છે. એવુ કહેવાય રહ્યુ છે કે ભગવાનની મૂર્તિમાંથી પરસેવો નીકળી રહ્યો છે.
અહીના પુજારીનુ કહેવુ છે કે જેવો લોકોને પરસેવો આવે છે એ જ રીતે ગણેશ ભગવાનની મૂર્તિને અહી પરસેવો આવી રહ્યો છે. તેથી ઠંડક પહોંચાડવા માટે અહી પંખો લગાવાયો છે. સાથે જ તેમને ચંદન, દૂધ, દહીંનો લેપ લગાવવામાં આવે છે. જેનાથી ઠંડક બની રહે. તેમનુ કહેવુ છે કે ગરમીમાં આવુ હંમેશા થાય છે.
જો કે ગણેશ ભગવાનની મૂર્તિને પરસેવો નીકળવા પાછળનું કારણ કંઈક બીજુ જ છે. એવુ કહેવાય રહ્યુ છે કે ગણેશ ભગવાનની મૂર્તિ લાલ રત્નથી બનેલી છે. આ સમગ્ર ભારતમાં સૌથી દુર્લભ મૂર્તિ છે. આ એક માત્ર એવી મૂર્તિ ભારતમાં છે જે લાલ રતનની બનેલી છે. જેને અનેક વર્ષો પહેલા અહીના રાજાએ સ્થાપિત કરી હતી.
એવુ કહેવાય રહ્યુ છે કે લાલ પત્થર ગરમ હોય છે. આવામાં વાતાવરણની ગરમીથી તેના અંદરથી પાણી નીકળે છે. જે મૂર્તિ પર પરસેવોના રૂપમાં દેખાય છે. જો કે આ પહેલીવાર નથી કે આ મૂર્તિમાંથી પાણી નીકળી રહ્યુ છે. અનેક વર્ષથી આવુ જ થતુ આવ્યુ છે. તેથી અહી મંદિરમાં મૂર્તિ માટે પંખો પહેલાથી જ લગાવવામાં આવે છે.