સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 7 ફેબ્રુઆરી 2019 (10:39 IST)

6 કલાકની લાંબી પૂછપરછ પછી આજે ફરી ઈડીના સવાલોનો સામનો કરશે રોબર્ડ વાડ્રા

મનીલાંડ્રિગ કેસ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા સાથે પર્વર્તન નિદેશાલય બુધવારે છ કલાકની લાંબી પૂછપરછ પછી આજે એકવાર ફરીથી બીજા ગાળાની પૂછપરછ કરશે. ઈડીના એક અધિકારીએ જણાવ્યુ કે વાડ્રા તરફથી સવાલોના આપેલ જવાબોની સમીક્ષા કર્યા પછી આ વાતનો નિર્ણય કરીશુ કે તેમને કયા આગામી સવાલો માટે પૂછપરછ માટે બોલાવવ જોઈએ.  એવુ કહેવાય રહ્યુ છે કે ગુરૂવારે એટલેકે આજે સવારે ફરીથી પૂછપરછ માટે બોલાવશે.  સાથે જ એવુ કહેવાય રહ્યુ છે કે રાજસ્થાનમાં તે ઈડી અધિકારીઓ સમે 12 ફેબ્રુઆરીના એક મામલે પણ રજુ થશે. 
 
બુધવારે થયેલ પૂછપરછ પછી રોબર્ટ વાડ્રાના વકીલ સુમન જ્યોતિ ખેતાને કહ્યું કે,‘કોઈ પણ સમન્સ વિના વાડ્રા ઈડીના ઓફિસ પહોંચ્યા અને અધિકારીઓના સવાલોનો જવાબ આપ્યો. ઈડી જ્યારે પણ બોલાવશે અમે આવવા માટે તૈયાર છીએ.’  ઉલ્લેખનીય છે કે  પૂછપરછ દરમિયાન રોબર્ડ વાડ્રાએ સંજય ભંડારી અને તેમના પિતરાઈ ભાઈ શિખર ચઢ્ઢા સાથે કોઈ પણ વ્યાપારિક સંબંધ હોવાનો ઇન્કાર કર્યો છે. તેમને કહ્યું કે,‘તેઓ મનોજ અરોરાને ઓળખે છે. તેઓ મારા કાર્મચારી હતા.’ પરંતુ તેમને અરોરાને ઇમેલ લખવાથી ઈન્કાર કર્યો. વાડ્રાએ કહ્યું કે,‘મારી પાસે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રૂપમાં લંડનમાં કોઈ મિલકત નથી.’
 
રોબર્ટ વાડ્રાની પત્ની પ્રિયંકા ગાંધી તેમની સાથે સફેદ ટોયોટામાં લૈડ ક્રૂઝરમાં આવી અને તેમને જામનગર હાઉસના ઈડી ઓફિસની બહાર ઉતારીને પરત જતી રહી. લોકસભા ચૂંટણી પહેલા આ પગલાને કોંગ્રેસ અને અન્ય વિપક્ષીઓ વિરુદ્ધ એક રાજનીતિક સંદેશ માનવામાં આવી રહ્યો છે.