દિલ્હીમાં ભૂકંપના ભારે આંચકા, તીવ્રતા 3.1 માપવામાં આવી
Earthquake In delhi- રવિવારે બપોરે લગભગ 4 વાગ્યે દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તે સમયે બનેલી આ ઘટનાને કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.1 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાનું ફરીદાબાદ હતું. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકો ભયભીત થઈને ઘરની બહાર દોડી આવ્યા હતા.
દિલ્હીમાં બે અઠવાડિયામાં આ ત્રીજી વખત છે જ્યારે દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આંચકાથી ધણધણ્યું ઉત્તર ભારત, બે અઠવાડિયામાં ત્રીજી વખત ધરતી ધ્રૂજી દિલ્હીમાં ભૂકંપના ભારે આંચકા અનુભવાયા છે.
NCRના ફરીદાબાદ, ગાઝિયાબાદ, નોઈડા, ગ્રેટર નોઈડા અને ગુરુગ્રામમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હાઈરાઈઝ બિલ્ડિંગોમાં વધુ આંચકા અનુભવાયા હતા.