બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :જમ્મુ. , બુધવાર, 14 જુલાઈ 2021 (13:54 IST)

જમ્મુમાં ફરી દેખાયુ ડ્રોન, BSF જવાનોએ ફાયરિંગ કરી પાકિસ્તાન ભગાડ્યુ

જમ્મુ  (Jammu)માં એકવાર ફરી ડ્રોન  (Drone)જોવા મળ્યુ છે. મંગળવારે રાત્રે પાકિસ્તાન (Pakistan) સાથે જોડાયેલી સીમામાં ડ્રોન જોવા મળ્યુ. ત્યાર બાદ ત્યા ગોઠવાયેલા સીમા સુરક્ષા બળ (BSF)ના જવાનોએ છ રાઉંડ ગોળીઓ ચલાવી, જ્યારબદ ડ્રોન પાકિસ્તાનની સરહદ પર પરત ફરયુ. તેનાથી સ્પષ્ટ થાય છે કે આ ડ્રોન પાકિસ્તાન તરફતહી ભારતીય સરહદ પાર મોકલવામાં આવ્યુ હતુ. 
 
આ ઘટના સંબંધમાં બીએસએફે એક નિવેદન રજુ કરીને માહિતી આપી છે. બીએસએફે જણાવ્યુ કે આ ઘટના 13 જુલાઈની રાત્રે 09:52 વાગે જમ્મુના અરનિયા સેક્ટરમાં થઈ.  ત્યા સૈનિકોને આકાશમાં લાલ રંગની થોડી લાઈટ ઝગમગાતી જોવા મળી હતી. આ ભારતીય સીમામાં 200 મીટરની ઊંચાઈ પર હતી. મુસ્તૈદ જવાનોએ આ લાઈટની તરફ થોડી વધુ ફાયરિંગ કર્યુ. ત્યારબાદ તે પાકિસ્તાન પરત ફર્યુ.  સમગ્ર ક્ષેત્રમાં સર્ચ કરવામાં આવ્યુ પણ ત્યા કંઈ ન મળ્યુ. 
 
જૂનમાં જમ્મુમાં ભારતીય વાયુસેના સ્ટેશન પર બે બોમ્બ બ્લાસ્ટ પછી ડ્રોન દેખાવવાની આ છઠ્ઠી ઘટના છે. એ વિસ્ફોટોમાં એરફોર્સના બે જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ પાકિસ્તાનની સીમાથી 14 કિમીના અંતરે આવેલુ છે. 
 
આ ઘટના પછી જમ્મુ-કાશ્મીર પોલીસે માહિતીઆપી હતી કે પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો એક આતંકી પણ આઈઈડી સાથે ઝડપાયો છે. તે ભરચક વિસ્તારમાં વિસ્ફોટ કરવાની તાકમાં હતો.  પ્રયાસ કરી રહ્યો હતો. જોકે પોલીસે જણાવ્યું હતું કે આ ધરપકડ એરફોર્સ સ્ટેશનથી સંબંધિત નથી.