Corona Update: દેશમાં કોરોના સંક્રમણના 16,326 નવા કેસ, છેલ્લા 24 કલાકમાં 666 દર્દીઓના મોત
આજે દેશભરમાંથી કોરોનાવાયરસ(Coronavirus)ના 16,326 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 666 દર્દીઓના મોત થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કોરોના વાયરસના સક્રિય દર્દીઓ હવે ઘટીને 1.73 લાખ થઈ ગયા છે. મંત્રાલયે માહિતી આપી કે છેલ્લા 24 કલાકમાં, દેશભરમાં 17,677 લોકો સંક્રમણથી સાજા થયા છે, ત્યારબાદ કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા 3,35,32,126 થઈ ગઈ છે.
ભારતમાં કોવિડ-19 ના સક્રિય દર્દીઓ હાલમાં 1,73,728 છે, જે કુલ કેસોના 0.51 ટકા છે. દૈનિક પોઝીટીવ રેટ 1.20 ટકા છે, જે છેલ્લા 19 દિવસથી 2 ટકાથી ઓછો છે. જ્યારે સાપ્તાહિક પોઝીટીવ રેટ 1.24 ટકા છે, જે 29 દિવસથી 2 ટકાથી નીચે રહ્યો છે. મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં દેશભરમાં 101.30 કરોડ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
રાજ્યો-UTs ને મળી 105.7 કરોડ, વેક્સીન ડોઝ
ભારતમાં રિકવરી રેટ હવે 98.16 ટકા છે. ઈંડિયન કાઉંસિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ જણાવ્યુ કે શુક્રવારે કોરોના વાયરસ માટે કુલ 13,64,681 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ દેશમાં સેમ્પલ ટેસ્ટિંગનો આંકડો હવે વધીને 59,84,31,162 થઈ ગયો છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શનિવારે માહિતી આપી હતી કે અત્યાર સુધીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના વેક્સીનના 105.7 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.
રાજ્યોના વેક્સીનેશનને પ્રાથમિકતા આપવાનો આદેશ
મંત્રાલયે કહ્યું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અત્યાર સુધીમાં 1,05,78,05,425 ડોઝ તમામ સ્ત્રોતો દ્વારા આપવામાં આવ્યા છે. દરમિયાન, આરોગ્ય મંત્રાલયે ઘણા રાજ્યોને પત્ર લખીને તેમને કોરોના રસીકરણને પ્રાથમિકતા આપવા સૂચના આપી છે. જે રાજ્યોને પત્ર લખવામાં આવ્યો છે, તે રાજ્યો કોવિડ -19 રસીનો બીજો ડોઝ આપવામાં પાછળ રહી ગયા છે. જે રાજ્યોને આરોગ્ય મંત્રાલયે પત્ર લખ્યો તેમાં ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને ઓડિશાના નામનો સમાવેશ થાય છે.