બુધવાર, 13 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 6 જુલાઈ 2023 (12:35 IST)

Video - MP મુખ્યમંત્રી શિવરાજ સિંહે પેશાબ કાંડ પીડિત આદિવાસીના પગ ધોયા, CM લઈ જઈને માફી માંગી અને આરતી ઉતારી

shivraj singh
shivraj singh
Sidhi Peshab Viral Video - સીધી પેશાબ કાંડ પીડિત આદિવાસી યુવક અને તેનો પરિવાર ગુરૂવારે CM શિવરાજને મળવા CM હાઉસ પહોચ્યા. મુખ્યમંત્રી શિવરાજ સિંહે ચૌહાણ આદિવાસી યુવકનો હાથ પકડીને તેને અંદર લઈ ગયા. ખુરશી પર બેસાડ્યો. પગ ધોયા આરતી ઉતારી અને તિલક લગાવ્યુ. 
 
શૉલ ઓઢાડીને શિવરાજે તેનુ સન્માન કર્યુ. તેમણે કહ્યુ કે આ ઘટનાથી દુ:ખી છુ. હુ તમારી માફી માંગુ છુ. તમારા જેવ લોકો મારી માટે ભગવાન સમાન છે. 

 
આ ઘટના સામે આવ્યા બાદ શિવરાજે કહ્યુ હતુ કે આરોપીને એવી સજા મળે, જે મિસાલ બની જાય. કાર્યવાહી બાદ ટ્વીટ કર્યુ હતુ  - NSA લગાવ્યુ, બુલડોઝર પણ ચલાવ્યુ. જરૂર પડી તો અપરાધીઓને જમીનમાં દાટી દઈશુ. 
 
આરોપી પ્રવેશ શુક્લાની મંગળવારે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. તેના પર NSA લગાવ્યુ છે. હાલ તે જેલમાં છે. 
  
યુવક ને સીએમ બોલ્યા - સુદામા તમે મારા મિત્ર 
 
યુવકને મુખ્યમંત્રી શિવરાજ સિંહે સુદામા કહ્યા અને બોલ્યા - તમે હવે મારા મિત્ર છો.  CMએ તેમને અનેક વિષયો પર પ્રશ્નો પુછ્યા. શુ કરો છો ? ઘર ચલાવવાના શુ સાધનો છે. કંઈ યોજનાઓનો લાભ મળી રહ્યા છે ? એ પણ પુછ્યુ કે પુત્રીને લક્ષ્મી અને પત્નીને લાડલી બહેના યોજનાનો લાભ મળી  રહ્યો છે કે નહી ? CM એ કહ્યુ પુત્રીને ભણાવજો. દિકરીઓ આગળ વધી રહી છે. 
 
આરોપી પ્રવેશના ઘરે ચાલ્યુ બુલડોઝર, કોંગ્રેસ બોલી - આખુ ઘર તોડો 
 
આદિવાસી યુવક પર નશામાં પેશાબ કરવાના આરોપી ભાજપના નેતા પ્રવેશ શુક્લાનું ઘર બુધવારે વહીવટીતંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતાઓ રાત્રે પીડિતાના ઘરે ધરણા પર બેસી ગયા હતા. તેઓ આરોપીના ઘરને સંપૂર્ણ રીતે તોડી પાડવાની માંગ કરી રહ્યા છે. સીધીના બીજેપી ધારાસભ્ય કેદાર શુક્લા પણ પીડિતાના ઘરે પહોંચ્યા હતા.
 
બુધવારે આરોપી પ્રવેશનું ઘર તોડવા આવતા જેસીબીને જોઈને આરોપીની માતા અને કાકી બેહોશ થઈ ગયા હતા. સિહાવલના એસડીએમ આરપી ત્રિપાઠીએ જણાવ્યું કે લગભગ એક તૃતીયાંશ મકાન ગેરકાયદેસર છે, તેને તોડી પાડવામાં આવ્યું છે.