ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 12 સપ્ટેમ્બર 2018 (17:30 IST)

ચીની સૈનિકોની ઘુસણખોરી - જ્યા હથિયાર વગર સૈનિકો પેટ્રોલિંગ કરે છે ત્યા જ ઘુસ્યા ચીની

ચીનની પીપુલ્સ લિબરેશન આર્મીએ ઓગસ્ટમાં ત્રણવાર ભારતીય સીમામાં ઘુસપેઠ કરી. ન્યૂઝ એજંસી મુજબ ચીની સૈનિક ઉત્તરાખંડના ચમોલી જીલ્લાના બારાહોતી દ્વારા ભારતીય સીમાની અંદર દાખલ થયા અને ચાર કિલોમીટર અંદર સુધી ઘુસી ગયા. બારાહોતી ભારત-ચીન સીમાની એ ત્રણ ચોકીઓમાંથી એક છે. જ્યા આઈટીબીપીના જવાન હથિયાર વગર પેટ્રોલિંગ કરે છે. 
 
ઉલ્લેખનીય છે કે 1958માં ભારત અને ચીને બારાહોતીના 80 વર્ગ કિલોમીટરના વિસ્તારને વિવાદિત ક્ષેત્ર જાહેર કરતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે અહી કોઈપણ પોતાના જવાન નહી મોકલે. 2000માં આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે ત્રણ પોસ્ટરો પર આઈટીપીબી હથિયારો વગર રહેશે. તેના જવાન પણ વર્દીને બદલે સિવિલિયન કપડામાં રહેશે.  ઉત્તરાખંડમાં બારાહોતી ઉપરાંત એવી બે વધુ પોસ્ટ હિમાચલ પ્રદેશના શિપકી અને ઉત્તર પ્રદેશની કૌરિલમાં છે. 
 
ડેમચોકમાં પણ થઈ હતી ઘુસપેઠ - ઓગસ્ટની શરૂઆતમાં ચીની સૈનિકોનુ એક દળ લદ્દાખના ડેમચોકથી ભારતીય સીમામાં લગભગ 400 મીટર અંદર ચેરદૉન્ગ-નેરલૉન્ગ સુધી ઘુસી આવ્યુ અહ્તુ. અહી તેને પાંચ ટેંટ લગાવ્યા હતા. જેના પર બંને દેશો વચ્ચે બ્રિગેડિયર સ્તરની વાર્તા થઈ. ચીને ભારતની આપત્તિ પછી ચાર ટેંટ હટાવી લીધા હતા. 
 
ગયા વર્ષે પણ બારાહોતીમાં ઘુસપેઠ થઈ - ગયા વર્ષે જુલાઈમાં પણ ચીની સૈનિકોના ઉત્તરાખંડના જ બારાહોતીથી ભારતીય સીમામાં ઘુસવાનો મામલો સામે આવ્યો હતો. વિસ્તારમાં 2013 અને 2014માં ચીન હવાઈ અને જમીની રસ્તે ઘુસપેઠ કરી ચુક્યા છે. 
 
ભારતની નજરમાં એલએસી જ સત્તાવાર સીમા - ભારત અને ચીન વચ્ચે લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ 4 હજાર કિમી લાંબી છે. ભારત આને બંને દેશો વચ્ચે સત્તાવાર સીમા માને છે. પણ ચીન આ વાતને સ્વીકારતુ નથી. એલએસી પાર કરવાના મુદ્દા પર આ વર્ષની શરૂઆતમાં ઉત્તરી કમાનના લેફ્ટિનેંટ જનરલ રણવીર સિંહે કહ્યુ હતુ કે બંને દેશ સીમાને જુદા જુદા માને છે.   પણ ભારત અને ચીન પાસે આવા વિવાદોનો નિપટારો કરવા માટે તંત્ર હાજર છે.