શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 27 સપ્ટેમ્બર 2021 (21:25 IST)

સરહદ પર સમસ્યા - ભારતની જવાબી કાર્યવાહીથી રઘવાયુ ડ્રેગન, પૂર્વી લદ્દાખના અનેક વિસ્તારોમાં વધારી રહ્યુ છે સૈનિકોની તૈનાતી

ભારતીય સૈનિકોની તૈનાતીના જવાબમાં ચીને પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર પોતાની તરફ, ઉંચાઈવાળા અનેક ક્સેત્રોમાં પોતાના જવાનો માટે નવા મૉડ્યૂલર કંટેનર આઘારિત રહેઠાણ (અસ્થાયી ટેંટ) સ્થાપિત કર્યા છે. ઘટનાઓથી વાકેફ લોકોએ સોમવારે આ માહિતી આપી. આ તંબુઓ તાશીગોંગ, માંજા, હોટ સ્પ્રિંગ્સ અને ચુરુપ સહિત અન્ય સ્થળોએ સ્થાપવામાં આવ્યા છે, જે પ્રદેશમાં બંને પક્ષો વચ્ચેના તણાવને દર્શાવે છે.
 
તેમણે કહ્યું કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) ગત વર્ષે આ ક્ષેત્રમાં તેના ખોટા સાહસ માટે ભારતીય પ્રતિભાવની અસર અનુભવી રહી છે અને ચીની સૈન્યને આ વિસ્તારમાં સૈનિકો તૈનાત કરવા અને માળખાગત સુવિધાઓ વધારવાની ફરજ પડી છે. તેમણે કહ્યું કે ગયા વર્ષે ચીની કાર્યવાહી બાદ ભારતીય પ્રતિક્રિયા, ખાસ કરીને ગલવાન ઘાટીમા ટક્કર પછી પડોશી દેશને આશ્ચર્યચકિત કર્યુ અને એવા વિસ્તારોમાં સૈનિકો તૈનાત કર્યા જે અગાઉ ક્યારેય તૈનાત કરવામાં આવ્યા ન હતા.
 
ભારતના જવાબની છે પ્રતિક્રિયા 
 
તેમાંથી એકે કહ્યુ  કે ભારતની રણનીતિ તેમને નુકસાન પહોંચાડી રહી છે. તેઓ અમારા જવાબની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ભારતે પીએલએ પર તૈનાતી અને બુનિયાદી માખખાને વધારવા માટે દબાણ કર્યું છે. તેમણે કહ્યું કે નવી તૈનાતી ચીની સૈનિકોના મનોબળને અસર કરે તેવું લાગે છે કારણ કે તેઓ આવા મુશ્કેલ પ્રદેશમાં કામ કરવા માટે ટેવાયેલા નથી.