સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: કસડોલ , શુક્રવાર, 17 મે 2019 (09:22 IST)

Interesting News - સિવિલ એજિનિયરે જેસીબી પર કાઢ્યો વરઘોડો, બેનર લગાવીને ડિગ્રી પણ બતાવી

. છત્તીસગઢના કસડોલનો એક એંજીનિયર જેસીબી મશીન પર સવાર થઈને દુલ્હનના ઘરે પહોંચ્યો. તેણે જેસીબીના ફ્રંડ લોડર પર પોતાની ડિગ્રીવાળુ બેનર લગાવ્યુ. તેણે જણાવ્યુ કે હુ મારા લગ્નને યાદગાર બનાવવા માંગુ છુ. આ વિચાર સાથે મેં ઘોડીના સ્થાને જેસીબી પર જવાનો નિર્ણય કર્યો. 
 
અમીશ કુમાર ડહરિયા કસડોલ ગામમાં એકમાત્ર એંજિનીયર છે. તેણે જણાવ્યુ કે મે પહેલા મારા નિર્ણયના વિશે પરિવારના લોકોને જણાવ્યુ. પણ તેઓ આ માટે તૈયાર ન થયા. હુ પણ મારી જીદ પર અડ્યો રહ્યો. છેવટે મે તેઓ માની ગયા.  અમીશન અપિતા કસડોલ આશ્રમશાળાના પ્રિંસિપલ છે. 
 
સામાન ખરીદીની નવવધુના પરિવારને આપ્યો - અમીષે પોતાના લગ્નમાં દહેજ ન લીધુ. રિવાજો પુર્ણ થયા. એ માટ પહેલા જરૂરી સામાન ખરીદ્યો પછી તેને છોકરીવાળાને આપી દીધો. યુવતી બેંકમાં આસિસ્ટેંટ મેનેજર છે.