Ayodhya Ram Mandir Photo : અયોધ્યાના ભવ્ય રામ મંદિરની લેટેસ્ટ તસ્વીરો અહી જુઓ, જાણો રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠાનું શુભ મુહુર્ત
- અયોધ્યામાં રામલલ્લાનું ભવ્ય મંદિર બનીને તૈયાર
- રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા 84 સેકન્ડના સૂક્ષ્મ મુહુર્તમાં
- મંદિરમાંથી 50,000 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ થવાની સંભાવના
Ayodhya Ram Mandir: અયોધ્યામાં રામલલ્લાનું ભવ્ય મંદિર બનીને તૈયાર થઈ ચુક્યું છે. તેનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ થશે. અહી જુઓ મંદિરની લેટેસ્ટ તસવીરો
અયોધ્યામાં રામલલ્લાનું ભવ્ય મંદિર તૈયાર છે. હવે લોકો આ ભવ્ય મંદિરની એક ઝલકની રાહ જોઈ રહ્યા છે. ભગવાન શ્રી રામના જન્મસ્થળ અયોધ્યામાં બનેલા આ મંદિરનો અભિષેક 22 જાન્યુઆરીએ થશે.
22મી જાન્યુઆરી ખાસ દિવસ રહેશે. આ દિવસ ઈતિહાસના પાનામાં નોંધાશે. આ મંદિરને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મંદિર દરેક રીતે ઐતિહાસિક હશે. માનવામાં આવે છે કે આ મંદિરમાંથી 50,000 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ થવાની સંભાવના છે.
Ayodhya Ram temple Photos
રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા ફકત 84 સેકન્ડના સૂક્ષ્મ મુહુર્તમાં જ કરવામાં આવશે. એવું બતાવવામાં આવ્યું છે કે 84 સેકન્ડનું આ મુહુર્ત ખૂબ જ શુભ છે જે ભારત માટે સંજીવનીનું કામ કરશે.
22 જાન્યુઆરી, 2024 ના રોજ 12:29 મિનિટ 8 સેકન્ડથી મૂલ મુહૂર્ત શરૂ થશે, જે 12:30 મિનિટ 32 સેકન્ડ સુધી ચાલશે. એટલે કે 1 મિનિટ 24 સેકન્ડમાં જ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.
રામ મંદિરના આ ભવ્ય મંદિરની તસવીરો તમે ટૂંક સમયમાં જ જોઈ શકો છો અને આ મંદિરની મુલાકાત લઈ શકો છો.