આ સમગ્ર પ્રક્રિયા ઘણી વખત પુનરાવર્તિત થાય છે. આ તમામ તબક્કામાં, જરૂરી પ્રક્રિયાને નિયંત્રિત કરવા અને યોગ્ય ઉતરાણ કરવાનો પ્રયાસ કરવા માટે વિવિધ અલ્ગોરિધમ્સ મૂકવામાં આવે છે. જો લેન્ડર 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરે છે, તો તે ભારત માટે મોટી સફળતા હશે.Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 9, 2023
Even closer to the moons surface.
Chandrayaan-3's orbit is reduced to 174 km x 1437 km following a manuevre performed today.
The next operation is scheduled for August 14, 2023, between 11:30 and 12:30 Hrs. IST pic.twitter.com/Nx7IXApU44
ISRO દ્વારા કહેવામાં આવ્યું હતું કે લેન્ડર 17 ઓગસ્ટની સવારે અલગ થઈ જશે. જે બાદ હવે પ્રોપલ્શન મોડ્યુલ અને વિક્રમ લેન્ડર અલગ થવા માટે તૈયાર છે. એટલે કે હવે ચંદ્ર પર ભારતના ચંદ્રયાન-3નું ઉતરાણ થોડા જ દિવસો દૂર છે.