CBSE Board exam 2019: 10માં અને 12માં ધોરણના વિદ્યાર્થીઓ માટે ખુશખબર, આ વખતે easy રહેશે પરીક્ષા
સેટ્રલ બોર્ડ ઓફ સેકંડરી એજ્યુકેશન (CBSE) બોર્ડના વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર છે. એવુ કહેવાય રહ્યુ છેકે આ વખતે CBSE class 10 અને CBSE class 12 ની પરીક્ષા સહેલી રહેશે. ટાઈમ્સ ઓફ ઈંડિયાના એક સમાચાર મુજબ Class X અને Class XII બોર્ડ એક્ઝામ્સના ક્વેશ્ચન પેપર્સમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે અને તેને સ્ટુડેંટ ફેંડલી બનાવવાની કોશિશ કરવામાં આવી છે.
અત્યાર સુધી ફક્ત 10% પ્રશ્નો જ ઓબ્જેક્ટિવ ટાઈપના રહેતા હતા પણ આ વખતે આ પરસેટેઝ વધવાના છે. સીબીએસઈ સાથે જોડાયેલ સૂત્રોનુ કહેવુ છે કે આ વખતે 25% ક્વેશ્ચન ઓબ્જેક્ટિવ ટાઈપના રહેશે. તેનાથી સ્ટુડેંટ્સનો કૉન્ફિડેંસ વધશે અને તેને સારા માર્ક્સ લાવવામાં પણ મદદ મળશે તો બીજી બાજુ એક અધિકારીએ કહ્યુ છે કે જો કોઈસ્ટુડેંટ કોઈ પ્રશ્નને લઈને કૉન્ફિડેંટ નથી તો પણ હવે તેની પાસે ચૂઝ કરવા માટે 33% સુધી વધુ ક્વેશ્ચન ઓપ્શંસ રહેશે.
આ ઉપરાંત આ વખતનુ ક્વેશ્ચન પેપર પહેલા કરતા વધુ સિસ્ટમૈટિક રહેશે. પેપરમાં અનેક સબ સેક્શન્સ રહેશે. ઉદાહરણ તરીકે બધા ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન એક જ સેક્શનમાં હશે અને વધુ અંકોવાળા સવાલ પણ એક સાથે એક જ સેક્શનમાં રહેશે.ઉલ્લેખનીય છે કે CBSE Class XII ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થઈને 3 એપ્રિલ સુધી ચાલશે. તો બીજી બાજુ CBSE Class X ની પરીક્ષા 21 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે.