સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શનિવાર, 29 જૂન 2024 (15:37 IST)

NEET પેપર ગોટાળા મુદ્દે CBIના ગુજરાતમાં દરોડા, 7 સ્થળો પર તપાસ હાથ ધરી

CBI raids in Gujarat over NEET paper scam
NEET પેપર ગોટાળા મુદ્દે CBIના ગુજરાતમાં દરોડા પાડ્યા છે. 7 સ્થળો પર CBIએ તપાસ હાથ ધરી છે.  ગુજરાતના ગોધરા, ખેડા, આણંદ અને અમદાવાદમાં CBI તપાસ કરશે.  મહત્વનું છે કે ગઇ કાલે વિપક્ષે નીટ પેપરલીકનો મુદ્દો સંસદમાં ઉઠાવ્યો હતો. જેના પર સરકારે કહ્યું કે- તે ચર્ચાથી ભાગતી નથી. તમામ લેવલે તપાસ ચાલુ જ છે.  ટૂંક સમયમાં જ આરોપીઓ ફરતે સીબીઆઇનો ગાળિયો કસાશે. ત્યારે હવે CBIએ તપાસ તેજ કરી દીધી છે. આરોપીને સકંજામાં લેવા અને કૌભાંડનો ખુલાસો કરવા કાર્યવાહી કરવામાં આવી રહી છે.ગુજરાત અને મહારાષ્ટ્રમાં NIAએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.

NIAએ વિશાખાપટ્ટનમ ISI જાસૂસી કેસની તપાસ અંતર્ગત શુક્રવારે 3 સ્થળો પર વ્યાપક દરોડા પાડવામાં આવ્યા છે. NIAએ ભારતીય સંરક્ષણ સંસ્થાની જાસૂસી કેસમાં શકમંદોના રહેઠાણોની તપાસ હાથ ધરી છે.નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને આ સર્ચ દરમિયાન મોબાઈલ અને દસ્તાવેજ સહિતના ગુનાહિત સામગ્રી મળી આવી છે. જેને જપ્ત પણ કરવામાં આવી છે. NIA તપાસમાં જાણવા મળ્યું છે કે પાકિસ્તાની નાગરિકોએ જાસૂસી રેકેટમાં ધરપકડ કરાયેલા આરોપીઓ સાથે સહયોગ કર્યો હતો, જેમાં ભારતમાં આતંકવાદી હિંસા ફેલાવવાના ષડયંત્રના ભાગરૂપે ભારતીય નૌકાદળને લગતી સંવેદનશીલ મહત્વપૂર્ણ માહિતી લીક કરવામાં આવી રહી હતી.