બુધવાર, 13 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 22 માર્ચ 2024 (15:03 IST)

ટીએમસી નેતા મહુઆ મોઇત્રાની વિરુદ્ધ પૈસા લઈને સવાલ પૂછવાના મામલે સીબીઆઈએ એફઆઈઆર દાખલ કરી

Mahua Moitra
Mahua Moitra- સીબીઆઈએ પૈસા લઈને સંસદમાં સવાલ પૂછવા મામલે તૃણમૂલ કૉંગ્રેસનાં નેતા મહુઆ મોઇત્રા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે.
 
સમાચાર એજન્સી પીટીઆઈના અધિકારિક સૂત્રો પ્રમાણે મહુઆ મોઇત્રા વિરુદ્ધ લોકપાલના આદેશ પર એફઆઈઆર દાખલ કરી છે.
 
ભાજપના નેતા અને લોકસભા સાંસદ નિશિકાંત દુબે દ્વારા મહુઆ મોઇત્રા સંસદમાં સવાલ પૂછવાનો આરોપ લગાવ્યા પછી સીબીઆઈએ તેમની પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. તપાસનાં પરિણામો પછી લોકપાલે સીબીઆઈને મહુઆ મોઇત્રા વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે કહ્યું હતું.
 
લોકપાલે કહ્યું હતું કે સીબીઆઈ મહુઆ મોઇત્રા વિરુદ્ધ ફરિયાદના દરેક વિષયની તપાસ કરીને છ મહિનાની અંદર તેમને રિપોર્ટ આપે.
 
મહુઆ મોઇત્રાને લોકસભામાં અનૈતિક આચરણના આરોપોને કારણે લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. આ સસ્પેન્શન વિરુદ્ધ મહુઆ મોઇત્રાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટે તેમની અરજી નામજૂંર કરી હતી. મહુઆ મોઇત્રા આ વખતે ફરીથી પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર સીટથી પાર્ટી ટિકિટ પર ચૂંટણી લડી રહી છે.