Manipur Violence પર બોલી બોક્સર મેરી કૉમ - મારુ રાજ્ય સળગી રહ્યુ છે, મદદ કરો
મણિપુર હિંસા પર બોક્સર મૈરી કૉમ એ કહ્યુ - મારુ રાજ્ય સળગી રહ્યુ છે, મને પરિસ્થિતિ સારી નથી લાગી રહી
મણિપુરમાં સ્થિતિ અત્યંત નાજુક છે. રાજ્યમાં ચાલી રહેલી હિંસા પર બોક્સર અને પૂર્વ રાજ્યસભા સાંસદ એમસી મેરી કોમનું નિવેદન પણ સામે આવ્યું છે. મેરી કોમે કહ્યું, "મને મણિપુરની સ્થિતિ સારી નથી લાગી રહી. ગઈકાલ રાતથી સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે." ઉલ્લેખનીય છે કે આદિવાસી આંદોલન દરમિયાન ફાટી નીકળેલી હિંસા બાદ મણિપુર સરકારે આઠ જિલ્લાઓમાં કર્ફ્યુ લગાવી દીધો અને આગામી પાંચ દિવસ માટે સમગ્ર પૂર્વોત્તર રાજ્યમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી.
મારું રાજ્ય સળગી રહ્યું છે - મેરી કોમ
આ પહેલા મેરી કોમે ટ્વિટમાં કેટલીક તસવીરો શેર કરી હતી અને લખ્યું હતું કે, "મારું રાજ્ય સળગી રહ્યું છે. મહેરબાની કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ મદદ કરો." ANI ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા મેરી કોમે કહ્યું, “હું રાજ્ય અને કેન્દ્ર સરકારને અપીલ કરું છું કે પરિસ્થિતિ માટે પગલાં ભરે અને રાજ્યમાં શાંતિ અને સુરક્ષા જાળવે. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે આ હિંસામાં કેટલાક લોકોએ તેમના પરિવારના સભ્યો ગુમાવ્યા. આ સ્થિતિ શક્ય તેટલી વહેલી તકે સામાન્ય થઈ જવી જોઈએ."