સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મુંબઈ. , બુધવાર, 8 મે 2019 (16:09 IST)

બોમ્બે હાઈકોટનો આદેશ, સગીર પત્ની વયસ્ક થતા પતિ સાથે રહેવા માંગે તો લગ્ન વૈદ્ય

બોમ્બે હાઈકોર્ટે એક અરજીની સુનાવણી કરતા મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યુ છે કે જો કોઈ સગીર છોકરીના લગ્ન કરવામાં આવે છે અને 18 વર્ષની થયા પછી તે પોતાના પતિ સાથે રહેવા માંગે છે તો તે લગ્ન કાયદેસર છે. હાઈકોર્ટે 56 વર્ષના એક વકીલના સગીર સાથે લગ્નને કાયદેસર બતાવ્યા.  યુવતીએ વયસ્ક થયા પછી તેની સથે રહેવાની ઈચ્છા બતાવી હતી. જસ્ટિસ રંજીત મોરે અને જસ્ટિસ ભારતી ડાંગરેની ડબલ બેંચે ગયા અઠવાડિયે આરોપી વકીલની અરજી પર સુનાવણી કરતા આ નિર્ણય આપ્યો. 
 
વર્ષ 2014માં 52 વર્ષના વકીલના લગન 14 વર્ષની ફરિયાદકર્તા સાથે થઈ હતી. યુવતીએ આરોપ લગાવ્યો હતો કે તેના દાદા-દાદીએ બળજબરીપૂર્વક તેના લગ્ન કરાવી દીધા હતા.  તેની ફરિયાદ પર વકીલને પૉક્સો કાયદા હેઠળ ધરપકડ કરી જેલ મોકલવામાં આવ્યો હતો. 10 મહિના પછી તે જામીન પર મુક્ત થયો. વકીલે પોતાની અરજીમાં રેપના કેસને ખતમ કરવાની માંગ કરી છે. 
 
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં 18 વર્ષની થનારી ફરિયાદકર્તાએ ગયા અઠવાડિયે હાઈકોર્ટમાં સોગંધનામુ દાખલ કરીને કહ્યુ કે તે હવે પોતાના પતિ સાથે રહેવા માંગે છે અને કેસ ખતમ કરવામાં આવે તો તેને કોઈ વાંધો નથી. 
 
અતિરિક લોક અભિયોજક અરુણા કામત પઈએ અરજીનો વિરોધ કરતા કહ્યુકે આવુ કરવાથી ખોટી પરંપરા પડશે અને સમાજમાં ખોટો સંદેશ જશે. બેંચે બે મે ના રોજ પોતાના આદેશમાં કહ્યુ કે તેમા કોઈ શંકા નથી કે જ્યારે લગ્ન થયા ત્યારે મહિલા સગીર હતી પણ હવે તે વયસ્ક છે અને પોતાના પતિ સાથે રહેવા માંગે છે. તેથી તેના લગ્ન શૂન્ય હોવા છતા તે કાયદેસર થઈ જાય છે. 
 
બેંચે મહિલાના પતિને તેના નામ પર 10 એકર જમીન અને 7 લાખની ફિક્સ્ડ ડિપોઝીટ કરવાનો આદેશ કર્યો.  સાથે જ એ પણ કહ્યુ કે તેનો અભ્યાસ પણ પુરો કરાવશે.  હવે આ મામલાની સુનાવણી સપ્ટેમ્બરમાં થશે.  આ દરમિયાન કોર્ટ જોશે કે તેના આદેશનુ પાલન થયુ કે નહી. ત્યારબાદ જ કેસને ખતમ કરવા સંબંધમાં નિર્ણય કરશે.