ગણેશ વિસર્જન દરમિયાન નાવડી પલટાઈ જવાથી 11ના મોતનો ખોફનાક Video થયો વાયરલ
ભોપાલ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ગણેશ વિસર્જન દરમિયાન, નાના તળાવમાં બોટ પલટી ગયા બાદ 11 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 5 લોકોને બચાવવામાં આવ્યા હતા.
પ્રાથમિક માહિતી અનુસાર શુક્રવારે સવારે 4.30 વાગ્યે ખટલાપુરા મંદિર ઘાટ પર બોટ તૂટી જવાને કારણે આ મોટો અકસ્માત થયો હતો. બોટમાં 19 લોકો હતા.
કમિશનર, કલેક્ટર, આઈજી અને ડીઆઈજી સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે હાજર હતા. ગુમ થયેલા લોકોની શોધ માટે ડાઇવર્સની સૂચિ બનાવવામાં આવી હતી. એનડીઆરએફની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી છે.
અકસ્માત કેમ થયો: લોકો 2 બોટોમાં ગણેશના વિસર્જન માટે ગયા હતા. આ બોટમાંથી એકમાં 19 લોકો હતા જ્યારે બોટની ક્ષમતા માત્ર 11 લોકો હતી. સતત વરસાદને કારણે પાણીનો પ્રવાહ ઝડપી હતો. જેમ જ પ્રતિમાને વિસર્જન માટે નમાવ્યુ હતું, સંતુલન બગડ્યું, બોટ પલટી ગઈ અને તેમાંથી લોકો તળાવમાં પડી ગયા.