શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી. , સોમવાર, 14 ઑક્ટોબર 2024 (17:12 IST)

કેમ થઈ બાબા સિદ્દીકીની હત્યા ?દાઉદ, સલમાન ખાન કે સ્લમ પ્રોજેક્ટ.. મુંબઈ ક્રાઈમ બ્રાંચ આ 5 એંગલથી કરી રહી છે તપાસ

baba siddique with salman
મુંબઈમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા બાબા સિદ્દીકી (Baba Siddiqui) ની હત્યા પછી દેશભરમાં લોકોમાં આક્રોશ છે.  કેન્દ્રમાં અલ્પસંખ્યક મામલાના મંત્રી કિરેન રિજિજૂએ પણ ઘટના પર દુખ વ્યક્ત કર્યુ છે.  દરમિયાન મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દરેક એંગલથી ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસ ઝૂંપડપટ્ટી પ્રોજેક્ટની રાજકીય અને વ્યાપારી દુશ્મનાવટ, સલમાન સાથેની નિકટતા, દાઉદ ઈબ્રાહિમ એન્ગલ સહિતના અનેક મોરચે તપાસ કરી રહી છે. ચાલો જાણીએ કે કયા સસ્પેન્સ છે જેને મુંબઈ પોલીસ ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે.
 
સ્લમ પ્રોજેક્ટ પર રાજનીતિક અને વેપારી રંજિશ 
એનસીપી નેતા બાબા સિદ્દીકીએ પિરામિડ ડેવલોપર્સને બાદ્રામા વિકસિત થઈ રહેલ સ્લમ રિહૈબિલિટેશન અથોરિટી (SRA) શંકા બતાવવામાં આવી રહી છે કે બાબા સિદ્દીકીની હત્યાનુ કારણ ક્યાક એસઆરએનો મામલો તો નથી. બાંદ્રા વિસ્તારમાં એક સ્લમના રિડેવલોપમેંટ હોવુ હતો.  ઉલ્લેખનીય છે કે જીશાન સિદ્દીકી આનો વિરોધ કરી રહ્યા હત. મુંબઈ પોલીસ હત્યાકાંડમાં સ્લમ રિડેવલોપમેંટ પ્રોજેક્ટના એંગલથી પણ તપાસ કરવામાં આવી રહી છે.  બાબા સિદ્દીકીના પુત્ર આ મામલામાં સતત આંદોલન કરી રહ્યા છે. પોલીસ આ એંગલથી પણ તપાસ કરી રહી છે. બ્રાંદ્રામા આ પ્રોજેક્ટનો વિરોધ કરતા ખેરવંડી પોલીસે તેમના પુત્ર અને કોંગ્રેસના ધારાસભ્ય જિશાનને ઓગસ્ટમાં અરેસ્ટ પણ કર્યા હતા.  દાઉદ,  સલમાન ખાન, સ્લમ પ્રોજેક્ટ.. કેમ થઈ બાબા સિદ્દીકી ની હત્યા ? મુંબઈ ક્રાઈમ બ્રાંચ આ 5 એંગલથી કરી રહી છે તપાસ.  મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીને મોટી સંખ્યામાં લોકો અને વિભિન્ન રાજનીતિક દળોના નેતાઓની હાજરીમાં રવિવારે રાત્રે ચુસ્ત પોલીસ સુરક્ષા વચ્ચે રાજકીય સમ્માન સાથે સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા. 
 
સલમાન સાથે નિકટતા પર લોરેંસ બિશ્નોઈનો બદલો 
સલમાન ખાનને લોરેંસ બિશ્નોઈ ગેંગ તરફથી સતત ધમકીઓ મળી રહી છે. તાજેતરમાં તેના ઘર પર ફાયરિંગની ઘટના પણ થઈ. જેમા લોરેંસ બિશ્નોઈ ગેંગનુ નામ સામે આવ્યુ હતુ. અનેકવાર લોરેંસ બિશ્નોઈના ગેંગન સભ્યો ખુલેઆમ સલમાન ખાનને ધમકી આપી છે અને સાથે જ કહ્યુ છે કે જે પણ સલમાન ખાનના નિકટના છે તેમની સાથે બદલો લઈશુ.  પોલેસ આ એંગલથી પણ તપાસ કરી રહી છે. ક્યાક આ હત્યા સલમાન ખાન સાથે દોસ્તીને કારણે તો નથી થઈ. 
 
દાઉદ સાથે કનેક્શનના શક પર મર્ડર (શુભમ લોણકરની પોસ્ટ) 
બાબા સિદ્દીકીની હત્યાના મામલે પોલીસ સલમાન ખાનની દોસ્તી ઉપરાંત દાઉદ કનેક્શનને લઈને પણ તપાસ કરી રહી છે.  પોલીસ શુભમ લોણકરના પોસ્ટના આધાર પર તપાસ પણ કરી રહી છે. સોશિયલ મીડિયા પર બિશ્નોઈ ગેંગ તરફથી નાખવામાં આવેલ પોસ્ટમાં લખવામા આવ્યુ હતુ, "ઓમ જય શ્રી રામ જય ભારત, જીવનનુ મુલ્ય સમજુ છુ. શરીર અને દનને હુ ધૂળ સમજુ છુ. કર્યુ એ જ જે સત્કર્મ હતો, નિભાવી દોસ્તીનો ધર્મ હતો.  સલમાન ખાન અમે આ જંગ નહોતી ઈચ્છતા પણ તમે અમારા ભાઈનુ નુકશાન કરાવ્યુ. આજે જે બાબા સિદ્દીકીની શરાફતના વખાણ કરી રહ્યા છે તે એક સમયે દાઉદની સાથે મકોકા એક્ટમાં હતા. તેમના મરવાનુ કારણ અનુજ થાપન અને દાઉદની બોલીવુડ, રાજનીતિ, પ્રોપર્ટી ડીલિંગ સાથે જોડવાનો હતો.  
 
પોસ્ટમાં લખવામાં આવ્યુ હતુ.. અમારી કોઈની સાથે કોઈ દુશ્મની નથી પણ જે પણ સલમાન ખાન અને દાઉદ ગેંગની હેલ્પ કરશે તેણે પોતાનો હિસાબ કિતાબ લગાવી રાખવો, અમારા કોઈપણ ભાઈને કોઈપણ મરાવી નાખશે તો અમે પ્રતિક્રિયા જરૂર આપીશુ. અમે પહેલા હુમલો ક્યારેય નથી કર્યો. જય શ્રીરામ જય ભારત સલામ શહીદાં નૂ..' ફેસબુક પોસ્ટ શુબુ લૉંકર મહારાષ્ટ્ર નામના હૈંડલ પરથી શેયર કરવામાં આવ્યુ હતુ. 
 
શુ બહારની કોઈ ગેંગ પણ સામેલ છે ?
આ તમામ એંગલ ઉપરાંત પોલીસ કોઈ અન્યનો હાથ હોવાની વાત પણ તપાસ કરી રહી છે. પોલીસ આ વાતની તપાસ કરી રહી છે કે ક્યાક સલમાન ખાન, દાઉદ અને અન્ય વાતોમાં ગુંચવીને કોઈ અન્ય ગેંગે આ ઘટનાને અંજામ તો નથી આપ્યો.  મુંબઈ ક્રાઈમ બ્રાંચ આ ઘટના ના જડ સુધી પહોચવાના પ્રયાસમાં છે. 
 
મર્ડર માટે હથિયાર ક્યાથે આવ્યા ?
શનિવારની રાત્રે વિજયાદશમીના દિવસે અપરાધીઓએ આ ઘટનાને અંજામ આપ્યો. પોલીસ તપાસ આ નિષ્કર્ષ પર પહોચી છે કે અપરાધીઓએ સોપારી લઈને હત્યાને અંજામ આપ્યો. પોલીસનો દાવો છે કે શૂટરોએ 9.9 એમએમ પોસ્તોલથી ચાર થી પાંચ રાઉંડ ફાયર કર્યા. આ હથિયાર હુમલાવરો સુધી કુરિયરથી પહોચ્યા હતા.