24 કલાકથી ઓછા સમયમાં 1000 લોકોને મળ્યુ આયુષ્યમાન ભારત યૌજનાનો ફાયદો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના - આયુષ્યમન ભારત યોજના (પીએમજેએવાઈ)નો રવિવારે શુભારંભ કર્યો હતો. આ સ્વાસ્થ્ય વીમા યોજનાનો 24 કલાકથી પણ ઓછા સમયમાં દેશભરના 1000થી વધુ દર્દીઓને લાભ મળ્યો છે. લાભ ઉઠાવનારા મોટાભાગના દર્દીઓ છત્તીસગઢ અને હરિયાણાના છે. સૂત્રોનુ કહેવુ છે કે ઝારખંડ અસમ અને મધ્યપ્રદેશના દર્દીઓને પણ યોજનનઓ ફાયદો મળ્યો છે. પીએમે રાંચીમાં આ યોજનાની શરૂઆત કરતા પોતે પાંચ લાભાંવિતોને ગોલ્ડ કાર્ડ સોપ્યુ હતુ.
યોજનનૌ ઉદ્ધઘાટન પછી જમશેદપુરના પૂર્વી સિંહભૂમના સદર હોસ્પિટલમાં 22 વર્ષની પૂનમ મહેંતોએ એક પુત્રીને જન્મ આપ્યો. આ યોજનાના સત્તાવર રૂપે લાગૂ થયા પછી તે પ્રથમ લાભાંવિત બની. યોજના શરૂ થયા પછી ઝારખંડમાં થોડાક જ કલાકની અંદર રાંચી ઈંસ્ટીટ્યૂટ ઓફ મેડિક્લ સાયંસેસમાં ચાર દર્દી વિવિધ બીમારીઓની સારવાર માટે દાખલ થયા.
પીએમજેએવાઈના હેઠળ 10 કરોડથી વધુ પરિવારના 50 કરોડ લાભાંવિતોને વર્ષમાં પાંચ લાખ સુધીનો સ્વાસ્થ્ય વીમો આપવામાં આવશે. પહેલા જ તેના હેઠળ 98 ટકા લાભાંવિતોની ઓળખ થઈ ચુકી છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય એજ6સી (એનએચએ) પીએમ તરફથી દરેક લાભાંવિતને પત્ર લખીને તેમને યોજનનઈ માહિતી આપી રહ્યુ છે. આ પત્રમં ક્યૂઆર કોડ અને ચિહ્નિંત પરિવારની અન્ય માહિતી રહેલી છે. જેનો ઉપયોગ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સેવા પ્રાપ્ત કરવા માટે કરી શકાય છે.
આ યોજના માટે એનએચએ એક વેબસાઈટ mera.pmjay.gov.in શરૂ કરી છે. આ સાથે જ એક હેલ્પલાઈન નંબર 14555 શરૂ અક્રવામાં આવ્યો છે. વેબસાઈટ અને હેલ્પલાઈનના દ્વારા લોકો જાણી શકશે કે આ યોજનાનો તેમને લાભ મળશે કે નહી. આયુષ્યમન ભારત યોજનાને 30 રાજ્યોના 445થી વધુ જીલ્લામાં એકસાથે શરૂ કરવામાં આવી છે.