બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: લખીમપુર ખીરી. , શનિવાર, 9 ઑક્ટોબર 2021 (18:10 IST)

Lakhimpur Violence: લખીમપુર હિંસા મામલે જલ્દી અરેસ્ટ થઈ શકે છે આશીષ મિશ્રા, 6 કલાકથી ચાલી રહી છે પૂછપરછ

લખીમપુર હિંસા મામલે મુખ્ય આરોપી બનાવેલ બીજેપી નેતા આશીષ મિશ્રાની પોલીસ સતત 6 કલાકથી પૂછપરછ કરી રહી છે. કોઈપણ સમયે તેમની ધરપકડ થઈ શકે છે. આશિષ મિશ્રા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય કુમાર મિશ્રાના પુત્ર છે. સૂત્રો તરફથી સમાચાર આવી રહ્યા છે કે જ્યાં 3 ઓક્ટોબરના દિવસે આશિષ 2:36 થી 3:30 સુધી હતો, તે જવાબ આપી શક્યો નથી. અગાઉ, શુક્રવારે સવારે 10 વાગ્યે આશિષને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો, પરંતુ તે આખો દિવસ ગેરહાજર રહ્યો હતો. આશિષ મિશ્રા સમયમર્યાદાના 22 મિનિટ પહેલા સવારે 10.38 કલાકે ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ પહોંચ્યા હતા. તેની પૂછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચે લગભગ 32 પ્રશ્નોની યાદી તૈયાર કરી છે. પૂછપરછની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી રહી છે.
 
આશિષ મિશ્રા વિરુદ્ધ IPC કલમ 147, 148, 149 (રમખાણો સંબંધિત), 279 (બેદરકારીથી ગાડી ચલાવવી), 338 (કોઈપણ વ્યક્તિને નુકશાન પહોંચાડવુ જેનાથી તેનો જીવ જોખમમા મુકાય), 304-A (બેદરકારીથી મોત) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. 302 (હત્યા) અને 120 બી (ગુનાહિત કાવતરું). સમગ્ર વિપક્ષ અને ખેડૂતોના સંગઠનો આશિષની ધરપકડને લઈને યુપી સરકાર પર સતત દબાણ કરી રહ્યા છે.
 
4 ખેડૂતો સહિત આઠના મોત
 
ઉલ્લેખનીય છે કે, 3 ઓક્ટોબરના રોજ લખીમપુર ખેરીમાં થાર જીપ દ્વારા ચાર ખેડૂતોનું કચડાઈને મોત થયું હતું. આ પછી, ફાટી નીકળેલી હિંસામાં વધુ ચાર લોકોના મોત થયા હતા. યુપી સરકારે તમામ મૃતકોના પરિવારજનોને 45-45 લાખ રૂપિયાનું વળતર આપ્યું છે. તેમજ પરિવારના સભ્યને સરકારી નોકરી આપવાની જાહેરાત કરવામાં આવી છે