સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 25 ઑક્ટોબર 2021 (18:11 IST)

શમીને ટ્રોલ કરવા પર ભડક્યા ઔવેસી, કહ્યુ - ટીમમાં 11 ખેલાડી, નિશાન ફક્ત મુસ્લિમ પર કેમ ?

પાકિસ્તાન સામે ટીમ ઇન્ડિયાને 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની પહેલી હાર બાદ સોશિયલ મીડિયા પર મોહમ્મદ શમી પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. શમી સામે ઘણી અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી અને તેને પાકિસ્તાની ગણાવવામાં આવ્યો છે. જેના પર ટીમ ઈંડિયાના ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સહેવાગ પછી અસદુદ્દીન ઓવૈસી પણ ભડકી ઉઠ્યા છે. તેમનુ કહેવુ છે કે  ટીમમાં 11 ખેલાડીઓ છે, તો શા માટે માત્ર મુસ્લિમોને જ ટાર્ગેટ કરવામાં આવે છે ?
 
ટી20 વર્લ્ડ કપ 2021માં ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામે 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. બેટ્સમેનોની સાથે ટીમના બોલરોનું પ્રદર્શન પણ ઘણું નિરાશાજનક રહ્યું હતું. વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની પહેલી હાર બાદ સોશિયલ મીડિયા પર મોહમ્મદ શમી પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. શમી સામે ઘણી અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી અને તેને પાકિસ્તાની ગણાવવામાં આવ્યો છે.
 
AIMIM ના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીના બચાવમાં આવ્યા છે. ઓવૈસીએ કહ્યું છે કે ગઈકાલની મેચ બાદ સોશિયલ મીડિયા પર શમીને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. આ મુસ્લિમો વિરુદ્ધ નફરતને દર્શાવે છે.
 
ઓવૈસીએ એક ટ્વિટમાં કહ્યું, "મોહમ્મદ શમીને ગઈકાલની મેચ માટે સોશિયલ મીડિયા પર નિશાન બનાવવામાં આવી રહ્યો છે. આ મુસ્લિમો વિરુદ્ધ ધર્માંધતા અને નફરત દર્શાવે છે. ક્રિકેટમાં હંમેશા હાર અને જીત તો થતી રહે છે. ટીમમાં 11 ખેલાડી છે પરંતુ માત્ર એક મુસ્લિમ ખેલાડીને નિશાન બનાવવામાં આવ્યો છે. શું ભાજપ સરકાર તેની નિંદા કરશે?'