સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 20 મે 2020 (07:51 IST)

Amphan Cyclone Live Updates: ઓડિશામાં તોફાન સાથે વરસાદ શરૂ, મહાચક્રવાત અમ્ફાન મોટાપાયા પર મચાવી શકે છે તબાહી

મહાચક્રાવત અમ્ફાન આજે (બુધવારે) સુંદરવનના નજીક બાંગ્લાદેશમાં દિઘા  અને હટિયા વચ્ચે ટકરાશે તેવી સંભાવના છે. એવું માનવામાં આવે છે કે આ મહાન ચક્રવાત મોટા પાયે તબાહી મચાવી શકે છે ડીઝાસ્ટર મેનેજમેન્ટ ટીમો અને લશ્કરી બચાવ ટીમો સંભવિત પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તૈયાર છે
 
અમ્ફાનના સંભવિત પ્રકોપને કારણે પૂર્વી ભારત, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં લાખો લોકોને સલામત સ્થળોએ લાવવાના પ્રયાસો ચાલુ છે.  બંને દેશોના વહીવટી કર્મચારીઓ અને સંબંધિત રાજ્યો ચક્રવાતનો સામનો કરવામાં લાગી ગયા છે. સરકાર અને એજન્સીઓ જરૂરી માહિતી સૌને આપી રહ્યા  છે. બે દાયકામાં બંગાળની ખાડીમાં આ બીજુ ચક્રવાત છે. સોમવારે ઓડિશાના ચક્રવાતની નજીક આવતા જ કેટલાક ભાગોમાં ભારે વરસાદ શરૂ થયો હતો.  
એલર્ટ સિસ્ટમ આધારિત એસએમએસ મોકલવામાં આવી રહ્યા  છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ઇમરજન્સી સાયરન વાગી રહ્યુ છે.  સાથે જ લગભગ ત્રણ લાખ લોકોને પશ્ચિમ બંગાળમાં સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. દરિયાઇ ઝોનમાં માછીમારીની પ્રવૃત્તિઓને સ્થગિત કરી દેવામાં આવી છે. તોફાનના સંભવિત વિસ્તારોમાં લોકોના ચહેરા પર ગભરાટ જોવા મળી રહ્યો છે.
 
3 લાખ લોકોને શિબિરોમાં પહોચાડ્યા 
 
 પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ મંગળવારે કહ્યું કે ચક્રવાતને પગલે પશ્ચિમ બંગાળના તટીય વિસ્તારોમાંથી ઓછામાં ઓછા ત્રણ લાખ લોકોનુ સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યુ  છે. તેમને માસ્ક આપવામાં આવ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે.
 
ભારે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા 
 
આઈએમડી ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) એ કહ્યું છે કે પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુર, દક્ષિણ અને ઉત્તર 24 પરગના, હાવડા, હુગલી અને કોલકાતા જિલ્લાને અસર થઈ શકે છે. જ્યારે ઓડિશા, જગતસિંગપુર, કેન્દ્રપાડા, ભદ્રક, જાજપુર અને બાલાસોરના કાંઠાના જિલ્લામાં ભારે વરસાદ અને વાવાઝોડુ આવશે. 
 
માછીમારોને ચેતવણી, રેલવે અને સડક વ્યવહાર બંધ
 
ભારતીય હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના માછીમારોને ૨૦મી મે સુધી દરિયો નહીં ખેડવાની ચેતવણી જારી કરી છે. તે ઉપરાંત બંને રાજ્યોની સરકારોને સુપરસાઇક્લોનના માર્ગમાં આવતા વિસ્તારોમાં રેલવે અને સડક વ્યવહાર બંધ કરવાની સલાહ આપવામાં આવી છે. રેલવે વિભાગને પણ કેટલીક ટ્રેન ડાઇવર્ટ કરવાની સલાહ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. 
 
ભારતીય હવામાન વિભાગના ડીજી એમ મહાપાત્રાએ જણાવ્યું હતું કે, 1999 પછી બંગાળની ખાડીમાં ઉદ્દભવેલું આ સૌથી ભયાનક વાવાઝોડું છે. હાલ દરિયામાં તેની ઝડપ 200 થી ૨૪૦ 240 કિલોમીટર પ્રતિ કલાકની છે. તે હાલ 15  કિમી પ્રતિ કલાકની ગતિથી આગળ વધી રહ્યું છે પરંતુ તેની ઝડપ વધવાની સંભાવના છે. 1999 ના સુપર સાઇક્લોને 9000  કરતાં વધુ લોકોનો ભોગ લીધો હતો.