ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 1 જૂન 2019 (13:57 IST)

અમિત શાહે સંભાળી ગૃહ મંત્રાલયની મહત્વની જવાબદારી, સામે છે ઘણા પડકારો પણ લોકોની નજર જમ્મુ-કાશ્મીર ધારા 370 પર

દેશને અમિત શાહના રૂપમાં નવા ગૃહ મંત્રી મળી ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોર્ટફોલિયોની વહેંચણીમાં અમિત શાહને ગૃહ મંત્રાલયની જવાબદારી સોપી છે. હજુ સુધી ગૃહ મંત્રાલયની જવાબદારી પાછલી સરકારના વરિષ્ઠ મંત્રી રાજનાથ સિંહ પાસે હતી. આ વખત્રે રાજનાથ સિંહને રક્ષા મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. 
 
અમિત શાહ 17મી લોકસભામાં પહેલીવાર સાંસદ બનીને પહોચ્યા છે. તેમણે ગુજરાતના ગાંધીનગરમાંથી ભારે મતો સાથે જીતીને આવ્યા છે. ભાજપા અધ્યક્ષ અમિત શહ પોતાની તેજ તર્રાર છબિ અને ચૂંટની રણનીતિકાર માટે જાણીતા છે. અમિત શાહ ભજપાઅ અધ્યક્ષ બનતા પહેલા ગુજરાતના ગૃહ મંત્રીના રૂપમાં પણ કાર્ય કરી ચુક્યા છે. ભાજપાને 2014માં જીત અપાવ્યા પછી ઉત્તર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ જેવા રાજ્યોમાં ભાજપાને સ્થાપિત કરવામાં અમિત શાહની મોટી ભૂમિકા રહી છે. 
 
અમિત શાહ સામે પડકારોની વાત કરીએ તો આ સમયે નક્સલ સમસ્યા ઝડપથી માથુ ઉઠાવી રહી છે. ચૂંટણી દરમિયાન મહારાષ્ટ્રના ગઢચિરૌલી, છત્તીસગઢના બીજાપુર સહિત બિહાર અને ઝારખંડમાં નક્સલી ઉત્પાતના સમાચાર આવ્યા છે. આ સાથે જ પશ્ચિમ બંગાળમાં રાજનીતિ હિંસા અને અસમમા ઘુસપેઠનો સામનો કરવો પણ અમિત શાહ માટે મોટો પડકાર હશે. બીજી બાજુ શ્રીલંકામાં થોડા દિવસ પહેલા થયેલ ઉગ્રવાગ સંબંધી ઘટનાઓ વચ્ચે દક્ષિણ આફ્રિકામાં શાંતિ સ્થાપિત કરવો તેમનો મહત્વનો પડકાર હશે. 
 
અમિત શાહના ગૃહમંત્રી બનવા સાથે જ તેમની પ્રાથમિકતાઓને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને જમ્મુ કાશ્મીરમાં ધારા 370 અને આર્ટિકલ 35એ પર સરકારનુ વલણ જોવા લાયક રહેશે. લોકોની નજર  આ વાત પર હશે કે ગૃહ મંત્રીના રૂપમાં અમિત શાહ આ મામલે કેવા પગલા લે છે. કારણ કે તેઓ સતત તેને હટાવવાની વાત કરે છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણી થવાની છે.  આવામાં જો એ પહેલા ધારા 370 અને  આર્ટિકલ 35 એ પર ગૃહ મંત્રાલયનુ વલણ રાજ્યની રાજનીતિમાં ઘણો ઉતાર-ચઢાવ લાવનારુ સાબિત થઈ શકે છે.