સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 27 જૂન 2018 (11:45 IST)

ખાદીએ દેશમાં સ્વરોજગાર સાથે સ્વાવલંબન આપવાનું કાર્ય કર્યું - અમિત શાહ

અમદાવાદ, સાબરમતી આશ્રમની બિલકુલ સામેના કાંઠે ગાંધીજીને પ્રિય એવાં ચરખાનાં સ્ટીલનાં સ્ટ્રકચર વડે બનેલ સ્મારકીય ચરખાનું નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલ અને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અભિતભાઇ શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે જણાવ્યું કે ખાદીએ આઝાદી થી સ્વ-રોજગાર આપવા સાથે સ્વાવલંબન આપવાનું કાર્ય કર્યું છે. 
તેમણે જણાવ્યું કે, ગાંધીજીએ આઝાદીનાં કાલખંડમાં સ્વદેશીની ભાવના જાગૃત કરવામાં અને તે દ્વારા દેશમાં સ્વરાજ્ય લાવવાનું લોક આંદોલન જગાવ્યું હતું. 

શાહે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ખાદીને દેશમાં પુનઃ ર્જીવીત કરવાનું કાર્ય કર્યું છે. ખાદી સમાજ પરિવર્તન અને રોજગારીનું સશક્ત માધ્યમ બની શકે છે તેવું તેમણે રેડિયો પર આવતા 'મન કી બાત' કાર્યક્રમમાં વારંવાર કરી છે. 

ખાદી ફોર નેશનથી ખાદી ફોર ફેશન સુધીની યાત્રાની રૂપરેખા આપી તેમણે કહ્યું કે, માર્કેટીંગ અને મીશન સાથે ખાદીને આગળ વધારવાથી યુવાનોને પણ ખાદી પ્રત્યે ચોક્કસ આકર્ષિત કરી શકાશે. 

તેમણે વધુમાં કહ્યું કે, છેલ્લાં ચાર વર્ષમાં ખાદીનું વેચાણ ૪ ટકાથી વધીને ૧૩૩ ટકા થયું છે. છેલ્લાં ૨.૫ વર્ષમાં ૩૧ હજાર ચરખાનું કેન્દ્ર સરકાર દ્વારા વિતરણ કરી મહિલા સશક્તિકરણ કરવાનું કાર્ય કર્યું છે. જેના દ્વારા ૧૫ લાખ મહિલાઓને રોજગારી મળી રહી છે. 

કેન્દ્રીય સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયનાં રાજ્યમંત્રી ગિરીરાજ કિશોરે જણાવ્યું કે, ગાંધીજીએ ચરખા દ્વારા મહિલાઓનાં હાથમાં આર્થિક ઉપાર્જનનુ સાધન આપ્યું હતું. પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદીનાં પ્રયત્નોથી ખાદી ઘર-ઘરમાં પ્રખ્યાત બની છે. એમ.એસ.એમ.ઇ. મંત્રાલય દ્વારા ચરખાના વિતરણ દ્વારા અનેક મહિલાઓના ઘરમાં આર્થિક ઉજાસ લાવવામાં આવ્યો છે. 

ખાદી અને ગ્રામદ્યોગ કમિશનના અધ્યક્ષ વિનયકુમાર સક્સેનાએ ખાદી-ગ્રામોદ્યોગ બોર્ડની વિવિધ પ્રવૃત્તિઓની રૂપરેખા આપી હતી. તેમણે કહ્યું કે ગાંધીજીની પ્રિય વૈષ્ણવજન તો તેને રે કહીએ રે... ભજનની ધૂન પર આ ચરખો સાંજે ૭-૦૦થી ૯-૦૦ કલાક દરમિયાન ગોળ-ગોળ ફરશે. ખાદી ગ્રામોદ્યોગ સમિતિ દ્વારા સ્થાપિત ઉચ્ચ ગુણવત્તાથી બનેલો ૨૧ ફૂટ મોટો ૧૧ ફુટી ઉંચો અને ૬.૫ ફુટ પહોળો છે.